Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

આવતા મહિનાની શરૂઆતમાં ચાર રાજયોનું ચંૂટણીનું થશે એલાન

નવેમ્બરના અંતિમ સપ્તાહ ચુંટણી માટે ઉત્તમ સમયઃ ચૂંટણીપંચ

નવીદિલ્હી, તા.૨૮: મધ્યપ્રદેશ, છતીસગઢ, રાજસ્થાન અને મિઝોરમમાં થવા જઇ રહેલી વિધાનસભા ચુંટણીઓની તારીખોનું એલાન આવતા મહિનાના પ્રથમ સપ્તાહમાં જ થશે. અટકબેના જણાવ્યા મુજબ ચુંટણી પંચ ૪ થી ૬ ઓકટોબર વચ્ચે કયારેય પણ ચૂંટણીનુંં એલાન થતાની સાથે જ દરેક ચુંટણી રાજયોમાં આચાર સંહિતા પણ લાગુ થશે. સુત્રોની માનવામાં આવેતો પંચ સૌથી પહેલા મિઝોરમ ત્યારબાદ રાજસ્થાન અને ત્યારબાદ મધ્યપ્રદેશ અને છતીસગઢમાં ૨૬ નવેમ્બરથી ૩૦ નવેમ્બર વચ્ચે ચુંટણી કરાવવા અંગે વિચાર કરી રહી છે. પંચ સાથે જોડાયેલા અધિકારી ઓનું માનવું છે કે નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ચુંટણી માટે સૌથી અનુકુળ સમય છે.

તમામ રાજનૈતીક પક્ષોએ ચુંટણીપંચને કહ્યું કે મતદાનની તારીખ એ પ્રકારા રાખવામાં આવે જે નાથી મતદાનના બે-ત્રણ દિવસ પહેલા અને બાદમાં કોઇ તહેવાર ન હોય ચુંટણીપંચના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ રાજનૈતીક પક્ષો ઇચ્છે છે કે દિવાળીનું નવેમ્બર અને ઇદ ૨૧ નવેમ્બર બાદ જ ચુંટણી હોય, જો કે વધુથી વધુ લોકો મતદાનમાં ભાગ શકે માનવામં આવી રહ્યું છે કે મધ્યપ્રદેશમાં એક ચરણમાં અને છતીસગઠમાં બે ચરણોમાં વિધાનસભા ચુંટણી થઇ શકે છે. રાજનૈતીક દળ  ચુંટણી પ્રચાર માટે વધુ સમયની માંગ કરી રહ્યા છે.

 

 

(3:57 pm IST)