Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

GST કાઉન્સિલની ૩૦મી સૌથી મહત્વપૂર્ણ બેઠક : લેવાશે અનેક મહત્વના નિર્ણયો

બેઠકમાં ૨-૩ ટકા કુદરતી આપત્તિથી રાહત આપવાનો પ્રસ્તાવ રજૂ થઇ શકે છે

નવી દિલ્હી તા. ૨૮ :  જીએસટી કાઉન્સીલની ૩૦મી સોથી મહત્વપૂર્ણ બેઠક દિલ્હી ખાતે શરૂ થઇ છે. આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વાર કરવામાં આવશે. જેમાં રાજયોની આવકમાં ખયેલા ઘટાડા અંગેની ચર્ચોઓ કરવામાં આવશે. સાથે જ કેરળમાં આવેલી કુદરતી આફત માટે રાહતનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે, જીએસટી કાઉન્સીલની બેઠકમાં તેના પર ૨-૩ ટકા રાહત આપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જયારે બેઠકમાં રાજયોની આવકમાં થયેલા ઘટાડા અંગેની ચર્ચાઓ કરવામાં આવશે, ખરેખર તો ૬ જેટલા રાજયોની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. 

જીએસટી કાઉન્સીલમાં રાજયોને જીએસટી કલેકશનનો મહિનાનો ટાર્ગેટ પણ આપવામાં આવી શકે છે. કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં કાઉન્સીલની બેઠક યોજાવાની છે. જેમાં રજૂ કરવામાં આવતા તમામ પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે. કેરળને નાણાંકીય મદદ કરવાની ચર્ચા સાથે કાઉન્સીલ લેવાયેલા નિર્ણયોથી હિમાચલ પ્રદેશ સહિત પૂર્વના રાજયોને પણ ફાયદો થશે. આ તમામ રાજયોમાં પૂરના કારણે મોટું નુકશાન થયું છે.

સુત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, જીએસટી કાઉન્સીલની બેઠકમાં આપત્ત્િ। ટેકસ સિગરેટ પર લગાવવાનો વિચાર કરવામાં આવશે. જેનાથી સિગરેટના ભાવોમાં વધારો થઇ શકે છે. ઇન્વેસ્ટમેન્ટ કંપની ઘ્ન્લ્ખ્ દ્વાર જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસારસ, આજની જીએસટી કાઉન્સીલની બેઠકમાં આપત્ત્િ। ટેકસ પર નિર્ણય થઇ શકે છે. CLSAના રિપોર્ટ મુજબ આપત્તિ ટેકસની શરૂઆત કેરળથી કરવામાં આવી શકે છે.

CLSAએ કહ્યું કે સિગરેટ પર ટેકસ લગાવાના કરાણે આઇટીસી સિગરેટના ભાવ ૫-૬ ટકા વધી શકે છે. સિગરેટ પર લગાવામાં આવતા આપત્ત્િ। ટેકસની આવકથી કેરળને આર્થિક રીતે મદદ કરવામાં ફાયદો થશે. મહત્વનું છે, કે કેરળમાં થોડા દિવસ આવેલા પૂરને કારણે ત્યાં કરોડો રૂપિયાનું નુકશાન થયું હતું, જયારે સિગરેટ પર લગાવામાં આવતા ટેકસને કારણે તેના ભાવમાં કોઇ પણ પ્રકારનું પરિવર્તન થતું નથી, પરંતુ આપત્ત્િ। ટેકસ વધાવાને કરાણે મોટા ભાગની કંપનીઓ સિગરેટના ભાવમાં વધારો કરી શકે છે. જેનાથી રીટેલમાં વેચાણ થનારી સિગરેટના ભાવમાં વધારો આવી શકે છે.

ફેબ્રુઆરી ૨૦૧૮માં સ્વાસ્થય મંત્રાલયે પણ સિગરેટ, તમાકું અને ખૈની પર ટેકસ વધારવાની અપીલ કરી હતી, સ્વાસ્થયને થતા નુકશાનને કારણે આ પ્રકારની અપીલ કરવામાં આવી હતી. પરંતુ, અત્યાર સુધી આવું થયું નથી. સ્વાસ્થય મંત્રાલયએ તેના માટે નાણાં મંત્રાલય સમક્ષ એક પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મૂજબ તમાકુ પર ૨૫૦ ટકા ટેકસ અને સિગરેટ પર ૨૦ ટકા ટેકસ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

(3:56 pm IST)