Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

આજનો દિવસ વિશેષ :28 સપ્ટેમ્બરઃ જાણો દેશ વિદેશની ઐતિહાસિક ઘટનાઓ

કોકીલકંઠી લતાજીનો અને બાંગ્લાદેશના શેખ હસીનાનો જન્મદિન સહિતની તવારિખી ઘટના

આજનો દિન દિવસ એટલે કે 20 સપ્ટેમ્બરે કેટલીક નોંધનીય દેશ વિદેશની ઘટનાઓ જોઈએ તો આજે સુર સામ્રાજ્ઞિ લતા મંગેશકરનો જન્મ દિવસે છે. તેઓનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ ઈન્દોરમાં થયો હતો. આ સિવાયની ઐતિહાસિક ઘટનાનું વિવરણ મુજબ 1947માં આવામી લીગના નેતા અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાનો જન્મ થયો. 2008માં સ્પેસએક્સે ફાલ્કન-1ને અવકાશમાં સફળતાપૂર્વક પ્રક્ષેપિત કર્યુ. 2016માં ઈઝરાયલના પૂર્વ પ્રધાનમંત્રી શિમોન પેરેજનું નિધન થયુ.

(12:48 pm IST)