Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

નીરવ મોદી વિરુદ્ધ હોંગકોંગ કોર્ટમાં કેસ દાખલ : 5.49 મિલિયન ડોલરની લોન તથા વ્યાજ વસૂલવા યુનીયન બેન્ક ઓફ ઇન્ડિયાએ કેસ કર્યો

હોંગકોંગ : 2011 ની સાલમાં 2 ફર્મ માટે લોન લીધા પછી મુદ્દલ તથા વ્યાજ નહીં ચૂકવી બેન્ક સાથે છેતરપિંડી કરી હોંગકોંગમાં વસવાટ કરી રહેલા બેન્કના ડિફોલ્ટર નીરવ મોદી પાસેથી લેણું વસૂલવા યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ 26 સપ્ટે ના રોજ હોંગકોંગ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.તેવું સ્થાનિક સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ થકી સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.હોંગકોંગથી ન્યુયોર્ક સુધી જવેલરી શોપની શૃંખલા ધરાવતા મુંબઈના વતની નીરવ મોદીએ યુનિયન બેન્ક,પંજાબ નેશનલ બેન્ક સહિત કુલ 13800 કરોડનું કૌભાંડ આચર્યું છે.

(12:45 pm IST)