Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ભીમા - કોરેગાંવ હિંસા : ૪ સપ્તાહ સુધી ઘરમાં નજરકેદ હેઠળ રહેશે આરોપીઓ : સુપ્રિમનો ફેંસલો

એકટીવીસ્ટોને મોટો આંચકો : ધરપકડ રાજકીય નથી : સુપ્રિમ કોર્ટની સ્પષ્ટ વાત : કોર્ટે SIT તપાસની માંગણી પણ ફગાવી

નવી દિલ્હી તા. ૨૮ : સુપ્રીમ કોર્ટે આજે બીજા એક મોટા કેસમાં ચુકાદો સંભળાવ્યો. જેમાં ભીમા કોરેગાંવ કેસમાં સુપ્રીમ કોર્ટની ૩ જજની પેનલ ચુકાદો આપ્યો. ભીમા કોરેગાંવ હિંસા મામલે નકસલ કનેકશનના આરોપો પર પહેલા ધરપકડ કરાયેલા અને ત્યારબાદ નજરકેદ કરાયેલા એકિટવિસ્ટની નજરકેદ ૪ અઠવાડિયા સુધી વધારી દેવામાં આવી છે. કોર્ટે કહ્યું કે આ કેસ અસહમતિ માટે ધરપકડનો નથી. આરોપીને એ અધિકાર નથી કે કોણ તપાસ કરે. સુપ્રીમ કોર્ટના જજ ખાનવિલકરે એસઆઈટીની સ્પષ્ટ ના પાડી દીધી.ઙ્ગસુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસ અને એકિસવિસ્ટ બંને પક્ષોને સોમવાર સુધીમાં લેખિત નોટ આપવા જણાવ્યું છે. અત્રે જણાવવાનું કે એકિટવિસ્ટ તરફથી દાખલ અરજીમાં આ મામલાને મનગઢંત ગણાવીને એસઆઈટી તપાસની માગણી કરવામાં આવી હતી.ઙ્ગ

ભીમા કોરેગાંવ હિંસા સાથે જોડાયેલ મામલે ધરપકડ કરાયેલ ૫ માનવાધિકાર કાર્યકર્તાઓ મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાનો ફેંસલો સંભળાવ્યો હતો. કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાની ના પાડી હતી. આ સાથે જ પોલીસને પોતાની તપાસ આગળ વધારવા માટે પણ સુચન કર્યું હતું.

પાંચ કાર્યકર્તાઓની તાત્કાલિક જામીન અને SIT તપાસ મુદ્દે અરજી કરવામાં આવી હતી.વરવરા રાવ, અરૂણ ફરેરા, વરનોન ગોંજાલ્વિસ, સુધા ભારદ્વાજ અને ગૌતમ નવલખાને ૨૯ ઓગસ્ટથી પોતાના ઘરે જ નજરકેદ રાખવામાં આવ્યા છે.

ફેંસલો સંભળાવતા જસ્ટિસ ખાનવિલકરે કહ્યું કે, આરોપીઓથી એ નક્કી નથી કરી શકાતું કે કઇ એજન્સી તપાસ કરે. ૩માંથી ૨ જજોએ આ મામલે હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ નનૈયો ભણ્યો હતો. સાથે જ SITનું જોડાણ કરવાની પણ મનાઇ ફરમાવી હતી.ઙ્ગ

કોર્ટે કહ્યું કે, પુણે પોલીસે પોતાની તપાસ આગળ વધારી શકે છે. પીઠે કહ્યું કે, આ મામલો રાજનિતી મતભેદનો નથી. સુપ્રીમ કોર્ટે પાંચ કાર્યકર્તાઓને નજરબંધીને ૪ અઠવાડિયા વધારી હતી.

જો કે, જસ્ટિસ ચંદ્રચૂડે CJI દીપક મિશ્રા અને જસ્ટિસ ખાનવિલકરથી અલગ અભિપ્રાય આપ્યો હતો. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે,વિપક્ષની અવાજને માત્ર એટલા માટે નથી દબાવી શકતા કારણ કે, તેઓ તમારાથી સહમત નથી. આ મામલામાં SITની રચના થવી જોઇએ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ દીપક મિશ્રા,જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂ઼ડની પીઠે ૨૦ સપ્ટેમ્બરના રોજ બંન્ને પક્ષોના વકીલની દલીલ સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

(3:54 pm IST)