Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

પુરુષોને વ્યભિચારની ખુલ્લી તક આપશે

મહિલા સંગઠનોનો આક્રોશઃ ચુકાદો મહિલાવિરોધી

નવદિલ્હી તા ૨૮ : વ્યભિચારને અપરાધી શ્રેણીમાંથી દુર કરવાના સુપ્રીમ કોર્ટના ગઇકાલના ચુકાદાને અનેક લોકોએ વધાવ્યો છે. પરંતુ મહિલા સંગઠનોના નિષ્ણાંતોએ ચિંતા વ્યકત કરતાં જણાવ્યું હતું કે અમારૂ માનવું છે કે આ કાયદો મહિલા વિરોધી છે અને એ એક રીતે પુરુષોને ગેરકાયદે સબંધ બાંધવાનું લાઇસન્સ પુરૂ પાડે છે.

દિલ્હી કમિશ્નર ફોર વિમેનનાચીફ સ્વાતિ માલીવાલે જણાવ્યું હતું કે 'વ્યભિચારને અપરાધની શ્રેણીમાંથી દુર કરવો એ દેશની મહિલાઓની તકલીફોમાં વધારો કરશે. વ્યભિચાર વિશેેના કોર્ટના ચુકાદા સાથે હું સંપૂર્ણપણે અસહમત છુ. આ ચુકાદો મહિલા વિરોધી છે.એક રીતે તમે દેશના લોકોને લગ્નનાબંધનમાં બંધાયેલા હોવા છતા અન્ય મહિલા સાથે ગેરકાયદે સબંધ રાખવાની ખુલ્લી છુટ આપી રહ્યા છે.

સામાજિક કાર્યકર બ્રિન્દા અડિગેએ પણ આ ચુકાદા વિશે સ્પષ્ટતાની માગણી કરતા પ્રશ્ન કર્યો હતો કે 'શું આ ચુકાદો બહુપત્નીત્વની છુટ આપે છે ? આપણે જાણીએ છીએ કે ઘણા પુરૂષો બે-ત્રણ લગ્ન કરતા હોય છે અને જયારે પહેલી,બીજી કે ત્રીજી પત્નીને છોડી દેનાર પતિ વિરૂધ્ધ કેસ ફાઇલ કરી શકાશે ? આ એક ચિંતાનો વિષય છે.  દેવામાં આવી હોય ત્યારે આ કાયદો ઘણી સમસ્યા સર્જી શકે છે. જો વ્યભિચાર અપરાધક ન હોય તો આ મહિલાઓ કઇ રીતે પોતાને છોડી દેનાર પતિ વિરુધ્ધ કેસ ફાઇલ કરી શકશે? આ એક ચિંતાનો વિષય છે' (૩.૨)

(11:54 am IST)