Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ચાલુ વર્ષે BSEમાં લીસ્ટ થયેલા

દર ૩ માંથી ર શેર લિસ્ટીંગનાં ભાવથી ૭૩ ટકા ગબડયાઃ IPOના ઇન્વેસ્ટરો નિરાશ

મુંબઇ તા. ર૮ :.. ચાલુ વર્ષે બીએસઇ પર લીસ્ટ થયેલા દર ત્રણમાંથી બે શેર હાલના કરેકશનમાં લિસ્ટિંગ ભાવથી ૭૩ ટકા ગબડયા છે. ર૦૧૮ માં સબસ્ક્રિપ્શનની રીતે ત્રણ સૌથી મોટા ઇસ્યુ એપોલો માઇક્રો સીસ્ટમ્સ, અંબર એન્ટરપ્રાઇઝીસ અને એચ. ડી. એફ. સી., એ. એમ. સી. પણ બજારના ઘટાડા સામે ટકી શકયા નથી.

કેટલાક આઇ. પી. ઓ.એસ.માં લિસ્ટિંગ પછી પ્રોફિટ-બુકીંગ જોવા મળ્યું છે, તો કેટલાક પબ્લીક ઇસ્યુમાં રોકાણકારોએ બજારના ઘટાડાને કારણે વેચવાલી કરી છે. ચાલુ વર્ષે સબસ્ક્રિપ્શનની રીતે સૌથી મોટા આઇ. પી. ઓ. એપોલો માઇક્રો સિસ્ટમ્સને ઇસ્યુ સાઇઝથી ર૪૯.૬૪ ગણી બિડ મળી હતી, પણ શેર રૂ. ૪૭૮ ના લિસ્ટિંગ ભાવથી ૭૩ ટકા ગબડયો છે. ઉલ્લેખનીય છે કે, શેર ઇસ્યુ પ્રાઇસની તુલનામાં ૭૪ ટકા પ્રીમીયમે લીસ્ટ થયો હતો. જાન્યુઆરીમાં મુડીબજારમાં આવેલા અંબર એન્ટરપ્રાઇઝીસના આઇપીઓને ૧૬૭ ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું અને તેમાં રોકાણકારોને ૩૬.૭૬ ટકાનો આકર્ષક લીસ્ટિંગ નફો મળ્યો હતો. જો કે, બુધવારના બંધ ભાવને આધારે શેર રૂ. ૧,૧૮૦ ના લીસ્ટીંગ ભાવની તુલનમાં ર૧ ટકા ઘટયો છે.

એચ. ડી. એફ. સી. એ. એમ. સી. નો મેગા આઇપીઓને ૧૬૭ ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું અને તેમાં રોકાણકારોને ૩૬.૭૬ ટકાનો આકર્ષક લિસ્ટિંગ નફો મળ્યો હતો. જો કે, બુધવારના બંધ ભાવને આધારે શેર રૂ. ૧,૧૮૦ ના લિસ્ટિંગ ભાવની તુલનામાં ર૧ ટકા ઘટયો છે.

એચ. ડી. એફ. સી. એએમસીનો મેગા આઇપીઓ ૧૦૦ ગણો ભરાયો હતો અને તેમાં રોકાણકારોને પ૮ ટકા લીસ્ટિંગ નફો મળ્યો હતો. જો કે, અત્યારે શેર લીસ્ટિંગ ભાવથી ૧૮ ટકા નીચે ટ્રેડ થઇ રહ્યો છે. પ્રાઇમ ડેટાબેઝના આંકડા મુજબ ચાલુ વર્ષે આવેલા આઇપીઓમાંથી માત્ર પ૦ ટકા શેર લીસ્ટિંગના એક સપ્તાહ પછી લીસ્ટિંગ પ્રાઇસની ઉપર રહી શકયતા છે.

જેમાંથી લગભગ ૬૭ ટકા શેર લીસ્ટિંગના છ મહિનાની અંદર લિસ્ટિંગ પ્રાઇસની નીચે સરકયા છે. ઇન્ડોસ્ટાર કેપિટલ ફાઇનાન્સ (૪૧ ટકા નીચે), ટેસ્ટી ડેરી (૩૯ ટકા), આઇસીઆઇસીઆઇ સિકયોરીટીઝ (૩૦ ટકા) અને ક્રેડિટએકિસસ ગ્રામીણ (રર ટકા) લિસ્ટિંગ ભાવની નીચે ટ્રેડ થઇ રહ્યા છે. ગેલેકસી સર્ફેકટન્ટ, ભારત ડાયનેમિકસ, એચ. જી. ઇન્ફ્રા. એન્જિનીયરીંગ, એસ્ટેટ ડી.એચ. હેલ્થકેર અને સંઘાર ટેક જેવા કેટલાક શેર લીસ્ટિંગ ભાવથી ઓછામાં ઓછા ૧૦ ટકા ઘટયા છે. (પ-૮)

(11:54 am IST)