Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

બધુ જ મોંઘુ... મોંઘવારી સામાન્ય લોકોનાં તહેવારો બગાડશે

પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા તથા ડોલર સામે રૂપિયો તુટતા ચોમેર ભાવવધારોઃ અનાજ - કરીયાણુ - ટીવી - ફ્રીઝ- સ્કુટર- બાઇક- ટ્રાન્સ્પોર્ટેશન-હવાઇ મુસાફરી- કન્ઝયુમર ડયુરેબલ્સ ચીજ વસ્તુઓના ભાવ વધી ગયા

નવી દિલ્હી : તહેવારોની સીઝનમાં ઇંધણમાં ભાવ વધારા સાથે વાહન ખરીદવાનું પણ મોંઘુ થશે. વાહન બનાવતી કંપનીઓએ સંકેત આપી દીધા છે. ઉપરાંત ખોટ સાથે લડી રહેલી હવાઇ કંપનીઓએ પણ જેટ ફયુઅલના ભાવ વધ્યા પછી ઓકટોબરથી હવાઇ ભાડા વધારવાના સંકેતો આપ્યા છે.

આયાતી માલ પર વેરા અને કાચા માલની પડતર વધવાને કારણે હીરો મોટો કોર્પે બધા દ્વિચક્રી વાહનોની કિંમતમાં ૯૦૦ રૂપિયા સુધીનો વધારો કર્યો છે. હોન્ડા, બજાજા અને બીજી કંપનીઓ પણ ટુંક સમયમાં આવુ પગલુ ભરી શકે છે. કંપનીઓનું કહેવું છે કે દ્વિચક્રી વાહનો માટે પાંચ વર્ષનો થર્ડ પાર્ટી વીમો ફરજીયાત થવાથી તહેવારોમાં વેચાણ પર પણ અસર થશે.

આ નિર્ણયના કારણે ખરીદનારાઓ પર રપ૦૦ થી ૪પ૦૦ રૂપિયા સુધીનો વધારાનો બોજ આવશે. કંપનીઓ, અનુસાર, એન્ટી લોક બ્રેકીંગ સીસ્ટમને ફરજીયાત બનાવવી, પર્યાવરણના નવા માપદંડો અપનાવવાના લીધે પણ ઉત્પાદન કિંમત વધી રહી છે, જે સહન કરવી મુશ્કેલ છે. આના કારણે આવતા વર્ષ સુધીમાં વાહનોની કિંમત પાંચ થી દસ હજાર રૂપિયા સુધી વધશે.

વિભાન ભાડા વધારવાની તૈયારી

જેટ ફયુઅલની કિંમતો વધ્યા પછી એર લાઇન કંપનીઓ ભાડામાં ૧૦ થી ૧પ ટકા વધારવાની તૈયારી કરી રહી છે. ઇન્ડીગો, જેટ એરવેઝ, એર ઇન્ડીયા, કંપનીઓ પહેલાથી જ ખોટ સામે ઝઝૂમી રહી છે. સ્પાઇસજેટે પણ ભાડા વધારવાના સંકેત આપ્યા છે.

યામા ડોટ કોમના સીઓઓ શરત ઢાલનું કહેવું છે કે વિમાનના ઇંધણમાં પાંચ ટકા ભાવ વધારાની વિમાન ક્ષેત્રમાં નકારાત્મક  અસર ઉભી થઇ છે. વિમાન કંપનીઓ ટેક્ષ ઘટાડવા માટે સરકારને વિનંતી કરી રહી છે. એકિસગોના સીઇઓ આલોક બાજપેયીનું કહેવું છે કે ભાડુ ભલે વધે પણ વિમાન યાત્રમાં વધારો જોવાશે. તેમણે કહ્યું કે, આંતર રાષ્ટ્રીય સ્તરે ૩૦ ટકા અને ઘરેલુ સ્તરે ર૦ ભાડા વધારા છતાં પણ હવાઇ યાત્રીઓ વધ્યા છે.

ટીવી, ફ્રીઝ, ફોન, એસી જેવી વસ્તુઓ આજથી મોંઘી

સરકારે બુધવારે જેટ ફયુઅલ, એસી, અને ફ્રીઝ સહિત કુલ ૧૯ વસ્તુઓ પર એકસાઇઝ વધારી દીધી છે. બીન જરૂરી વસ્તુઓની આયાત ઘટાડવા સરકારે આ પગલું લીધું છે. નાણા મંત્રાલયે કહયું કે ગયા નાણાંકીય વર્ષમાં આ વસ્તુઓનું કુલ આયાત બિલ ૮૬૦૦૦ કરોડ રૂપિયા થયુ હતું. જે વસ્તુઓ અને સુટકેસ સામેલ છે.

નેસ્લે ખર્ચ ઘટાડવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ તેમ છતાં ક્રુડ ઓઇલના ભાવ ખૂબ વધી ગયા છે અને ડોલર સામે રૂપિયો પણ ખાસ્સો નબળો પડી ગયો છે, જેને કારણે પેકેજીંગ સહિતના ઉત્પાદન ખર્ચમાં વધારો થઇ રહ્યો છે, જેને ખાળવા માટે ઓછામાં ઓછો ભાવ વધારો તે કરવા વિચારી રહી છે.

વિવિધ કોમોડીટીના ભાવમાં વધારો શરૂ થઇ ગયો છે. રૂપિયો નબળો પડવાથી અને  ફડ ઓઇલના ભાવ ભડકે બળતા હોવાથી કેટલાક સ્થાનીક રો-મટીરીયલના ભાવમાં વધારો શરૂ થઇ ગયો છે.

નેસ્લેના ચેરમેન અને મેજેજીંગ ડીરેકટર સુરેશ નારાયણને કહયું હતું કે જો ઘઉં, પેકેજીંગ, મટીરીયલ અને સંભવતઃ દૂધના ભાવ પર અસર ચાલુ રહેશે તો નેસ્લેની અનેક પ્રોડકટસ કેટેગરી પર તેની અસર થશે.  આવા સંજોગોમાં કેટલીક પસંદગીની પ્રોડકટસ પર ભાવ વધારો કરવો પડશે. (પ-૧૩)

(11:52 am IST)