Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

સાર્ક બેઠકમાં સુષ્‍મા સ્‍વરાજે અવગણના કરતા પાકિસ્‍તાનના વિદેશ પ્રધાન ભડક્‍યા

પ્રવચન પૂર્ણ કરી સુષ્‍મા સ્‍વરાજ જતા રહ્યા : પાક વિદેશ મંત્રીનું ભાષણ પણ ન સાંભળ્‍યું

યુનો તા. ૨૮ : ભારતના વિદેશ મંત્રી સુષમા સ્‍વરાજ ગુરૂવારે ન્‍યૂયોર્કમાં SAARC મિટિંગ દરમિયાન પોતાના ભાષણમાં આતંકવાદને ખતમ કરવા માટે એક સાથે કામ કરવાની વાત ઉપર ભાર આપ્‍યો હતો. તેમણે કહ્યું કે, લોકોના આર્થીક વિકાસ, પ્રગતિ અને ક્ષેત્રીય સહયોગ માટે શાંતિ અને સુરક્ષાનો માહોલ ખુબ જ જરૂરી છે.

પાકિસ્‍તાન ઉપર નિશાન સાધતા સ્‍વરાજે કહ્યું કે, ‘અમારા ક્ષેત્રમાં શાંતિ અને સ્‍થિરતા માટે આતંકવાદ એક માત્ર સૌથી મોટો ખતરો છે. એ જરૂરી છે કે આતંકવાદના મૂળને ઉખાડવા માટે કોઇ જ ભેદભાવ રાખ્‍યા વગર સમર્થન આપવું જોઇએ.'

પાકિસ્‍તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ સુષમા સ્‍વરાજની મુલાકાત થઇ નથી. SAARCમાં સ્‍ટેટમેન્‍ટ આપ્‍યા પછી સુષમા સ્‍વરાજ ત્‍યાંથી ચાલ્‍યા ગયા હતા. અને તેમણે કુરેશીના સ્‍ટેટમેન્‍ટની રાહ પણ ન જોઇ. પાકિસ્‍તાનના વિદેશ મંત્રી મહમૂદ કુરેશીએ આ અંગે વાંધો ઉઠાવ્‍યો હતો.

પાકિસ્‍તાન વિદેશમંત્રી કુરેશીએ કહ્યું કે, ‘અમારા બંને વચ્‍ચે મુલાકાત થઇ નથી. તેઓ (સુષમા સ્‍વરાજ) અધવચ્‍ચે જ ચાલ્‍યા ગયા. કયાદ તેઓ સારું અનુભવતા ન્‍હોતા. મેં તેમનું નિવેદન સાંભળ્‍યું. તેમણે ક્ષેત્રીય સહયોગની વાત કરી હતી. ક્ષેત્રીય સહયોગ કેવી રીતે સંભવ છે. જયારે બધા બેશીને વાત કરવા માટે તૈયાર છે પરંતુ તેઓ આમ નથી ઇચ્‍છતા.'

સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે વિદેશ મંત્રી પહેલા અફઘાનિસ્‍તાન અને બાંગ્‍લાદેશના વિદેશમંત્રી બેટખમાંથી ચાલ્‍યા ગયા હતા. વિદેશ મંત્રી સુષમા સ્‍વરાજ પણ પોતાનું ભાષણ આપીને બેઠકમાંથી ચાલ્‍યા ગયા હતા. કારણ કે તેમને ભારતીય સમુદાયના સમૂહો અને દ્વિપક્ષીય વાર્તાઓમાં ભાગ લેવાનો હતો. સુત્રોનું કહેવું છે કે, વિદેશ મંત્રી સુષમા સ્‍વરાજ બેઠકમાંથી ચાલ્‍યા જવા ઉપર પાકિસ્‍તાનના વિદેશમંત્રીની ટિપ્‍પણી ચોકાવનારી અને દુર્ભાગ્‍યપૂર્ણ છે.

 

(11:23 am IST)