Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

કવિહ્રદયી 'દાદા 'નું રાજકારણમાં યશસ્વી પ્રદાન : સરકારમાં અને સંગઠનમાં કર્યું હતું સોનેરી કામ

રવિ પીયુના ઉપનામથી ત્રણ કાવ્ય સંગ્રહ અને આત્મકથા પણ લખી

 

રાજકોટઃ રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજાનું 83 વર્ષની વયે  આજે સાંજે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા.આજે સવારથી તેમની તબિયત નાજૂક હતી. રાજકોટના પેલેસમાં ત્રણ ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યાં હતા. છેલ્લા ત્રણ વર્ષથી તેમને અલ્જાઇમરની બિમારી હતી. લોકોમાં તેઓ દાદાના હુલામણા નામથી જાણીતા છે.

  મનોહરસિંહ જાડેજાએ રાજકોટ શહેર પ્રમુખથી લઈને રાજ્ય સરકારમાં આરોગ્ય, રમતગમત, નાણાં, બંદરો, યુવા વિકાસ સહિત અનેક કામગીરી કરી હતી જેની આજે પણ નોંધ લેવામાં આવે છે. તેમણે રવિ પીયુના ઉપનામથી ત્રણ કાવ્ય સંગ્રહ અને આત્મકથા પણ લખી હતી. કોંગ્રેસમાં તેમણે સરકાર અને સંગઠનમાં અનેક મહત્વની જવાબદારી નિભાવી હતી.રાજકોટનો જ્યારે પ્રશ્ન આવે ત્યારે દાદા હંમેશા આગળ રહેતા હતા. આથી લોકો તેમને દાદાના હુલામણા નામથી ઓળખે છે.

(12:00 am IST)