Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

દાદાની વિરલ રાજકીય સફર :નાણામંત્રી પદે યશસ્વી સેવા :પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષપદ પણ શોભાવ્યું હતું

 

રાજકોટ :રાજકોટના રાજવી અને દાદા તરીકેનું ઉપનામ ધરાવતા મનોહરસિંહજી જાડેજાનું 83 વર્ષની વયે નિધન થયું છે. આજે તેમની તબિયત ગંભીર બની હતી પલ્સ સતત ડાઉન થતા પરિવારના સભ્યો અને તબીબો સતત ખડેપગે રહ્યાં હતા તેમનું સારવાર દરમિયાન આજે સાંજે નિધન થયું છે. મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહ જાડેજાનો જન્મ 18 નવેમ્બર 1935ના રોજ રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે થયો હતો. મનોહરસિંહજીને લોકો દાદાના હુલામણા નામથી ઓળખતા .

   મનોહરસિંહજી દાદાએ રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો છે. દાદાના લગ્ન 1949ની સાલમાં માનકુમારી દેવી સાથે થયા હતા રાજકોટના મતદાર ક્ષેત્રમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે સ્થાયી મનોહરસિંહજી 1967માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટાયા હતા અને 1971 સુધી સેવા આપી હતી.

   મનોહરસિંહજીએ રાજકોટ મતદારક્ષેત્ર માટે 1980થી 1985 અને 1990થી 1995 સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે વધુ કાર્યવાહી કરી હતી અને નાણામંત્રી, યુવા સેવાઓ પ્રધાન સહિતના કેબિનેટમાં સંખ્યાબંધ પદ પર સેવા આપી હતી 1998થી તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજ્ય વિભાગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વાઇસ પ્રેસિડન્ટ તરીકે સેવા આપી હતી.

(12:00 am IST)