Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ઇંધણ બાદ હવે વિજળી આપશે ઝટકો :ઝીંકાશે કમરતોડ ભાવ વધારો:કિંમત નવ વર્ષની ટોચે

-વિજળીની માંગમા સતત વધારાના કારણે હવે વિજળીની કિંમતમાં ભડકો

 

નવી દિલ્હી :ઇંધણના ભાવમાં સતત વધારા બાદ હવે વીજળીમાં પણ કમરતોડ વધારો તોળાઈ રહયો છે વિજળીની માંગમાં સતત વધારાના કારણે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ (IEX)માં ગુરૂવારે વિજળીની હાજર કિંમત 15.37 રૂપિયા પ્રતિ યૂનિટ સુધી પહોંચી છે હાજર બજારમાં ગત્ત 9 વર્ષ દરમિયાન વિજળીનું ઉચ્ચતમ સ્તર છે. તે અગાઉ 2009માં વિજળીની હાજર કિંમત 17 રૂપિયા પ્રતિ યૂનિટના આંકડ સુધી પહોંચી ગઇ હતી.

  રાજ્ય વિજ બોર્ડ વિજળીની તત્કાલ જરૂરિયાતોને પુરી કરવા માટે હાજર બજારમાંથી વિજળી ખરીદે છે. જો એવી સ્થિતી જળવાઇ રહેશે સામાન્ય ગ્રાહકોને વિજળીમાં કાપ અને મોંઘી વિજળીનો સામનો કરવો પડી શકે છે

  નિષ્ણાંતોનું માનવું છે કે પુરવઠ્ઠાની તુલનાએ માંગ વધી હોવાનાં કારણે વિજળીની હાજર કિંમતોમાં વધારો થયો છે. તેમણે જણાવ્યું કે, પવન અને જળ વિદ્યુત ઉત્પાદનમાં ઘટાડા સાથે વિજ સંયંત્રોમાં કોલસાનો સતત ઘટાડો થઇ રહ્યો હોવાનાં કારણે હાજર કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે.

  જાણકારોના અનુસાર ગુરૂવારે એનર્જી એક્સચેન્જમાં 35.7 કરોડ યૂનિટની ખરીદી માટે બોલી લગાવાઇ હતી. જ્યારે વેચનારની બોલી માત્ર 32.8 કરોડ યૂનિટ માટે આવી હતી. તેના કારણે શુક્રવારે પુરવઠ્ઠા માટે કિંમતો 

(12:00 am IST)