Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

બે મહિલાઓનું પોસ્ટમોર્ટમ મુર્દાઘરમાં નહીં પરંતુ રોડની વચ્ચોવચ કરી નાખ્યું:100 કી,મી માં ક્યાંય શબઘર નથી

રાજસ્થાનના બાડમેર જિલ્લામાં બર્બરતા જાગળતો કિસ્સો :આજ પ્રકારે પોસ્ટમોર્ટમ કરાઈ છે ; તપાસના આદેશ

રાજસ્થાનઃ રાજ્યનાં બાડમેર જિલ્લાનાં એક સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં મુરદાઘર ન હોવાંને કારણે બે મહિલાઓનાં શબનું પોસ્ટમોર્ટમ રસ્તા વચ્ચોવચ જ કરી નાખ્યું હતું ઘટનાની જાણ થતા પ્રશાસને તપાસ કરવાના આદેશ આપ્યાં છે. ત્યાં જ સ્વાસ્થ્ય વિભાગનાં અધિકારીઓનું કહેવું એમ છે કે તેઓએ આ પગલું માનવીય આધાર પર ઉઠાવ્યો હતો

 બાડમેર જિલ્લાનાં તાલમોર ગામમાં બે મહિલાઓ કરંટની ઝપેટમાં આવી ગયાં હતાં. માયા કંવર (30) ધાબા પર કપડાં સુકાવતી હતી. ત્યારે લોખંડનાં તારમાં કરંટ આવી ગયો. જેથી તેની ઝપેટમાં માયા આવી ગઇ. માયાને બચાવવાની કોશિશમાં તેની સાસુ રાજુ દેવી પણ કરંટની ઝપેટમાં આવી ગયાં. આ દુર્ઘટનામાં બંનેનાં મોત પણ થઇ ગયાં છે. ત્યાં બીજી બાજુ માયાનો પતિ પણ ઘાયલ થઇ ગયો હતો.

 મળતી જાણકારી મુજબ બન્ને મહિલાઓનાં મડદાને ગડરા રોડ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર રાખવામાં આવ્યાં હતાં.મુરદાઘરનાં અભાવે આ બંને મડદાઓનાં પોસ્ટોમોર્ટમ ખુલ્લેઆમ રસ્તા પર કરી દેવામાં આવ્યું.

  આ મામલામાં બાડમેરનાં મુખ્ય ચિકિત્સા અને સ્વાસ્થ્ય અધિકારી ડૉ. કમલેશ ચૌધરીએ કહ્યું કે, ગડરા રોડ અને બાડમેરની વચ્ચે સો કિ.મીની દૂરીએ ક્યાંય પણ મુર્દાઘર નથી. એવામાં પોલીસ અને પરિજવારજનોનાં આગ્રહ પર માનવીય દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખતા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તેઓએ એવો પણ દાવો કર્યો છે કે આ દરમ્યાન પ્રોટોકોલનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવ્યું હતું.

  જો કે સ્થાનીય ગ્રામીણ સ્વાસ્થ્ય વિભાગનાં આ દાવાને સાચી નથી જણાવી રહ્યાં. ગ્રામીણો અનુસાર રસ્તા પર પોસ્ટમોર્ટમનું આ કોઇ પ્રથમ મામલો નથી. સામાન્ય રીતે આ જ પ્રકારે પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. મામલામાં અતિરિક્ત જિલ્લા કલેક્ટર રાકેશ કુમારે તપાસનાં આદેશ પણ આપ્યાં છે.

(10:41 am IST)