Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

આર્થિક સંકટનો સામનો કરી રહેલી પાકિસ્તાન સરકારે 8 ભેંસો વેચી નાખી : પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર નવાઝ શરીફે સત્તાવાર નિવાસ સ્થાનમાં રાખેલી આ ભેંસોની હરરાજીથી 23 લાખ રૂપિયા ઉપજ્યા

ઇસ્લામાબાદ :આર્થિક સંકટનો સામનો કરી રહેલી પાકિસ્તાન સરકારે 8 ભેંસો વેચી 23 લાખ રૂપિયા ઉપજાવ્યા છે.પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર નવાઝ શરીફના આરોગ્યની કાળજી માટે દૂધ,ઘી વિગેરેની સુવિધા માટે પ્રાઈમ મિનિસ્ટરના નિવાસ સ્થાનમાં રાખવામાં આવેલી ભેંસો વર્તમાન ઇમરાનખાનની સરકારે હરરાજી કરી વેચી નાખી ઉપરોક્ત રકમ ઉપજાવી લીધી હોવાનું જાણવા મળે છે.

(9:26 am IST)