Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

રાફેલ ડીલ મામલે પીએમની પ્રતિબદ્ધતા શંકા નથી જેથી કિંમત જણાવવી જોઈએ :શરદ પાવરનો કટાક્ષ

સરકાર દ્વારા રાફેલ અંગે દેશની જનતાને પુરતી માહિતી આપવામાં આવતી નથી.

નવી દિલ્હી :એનસીપી અધ્યક્ષ શરદ પવારે રાફેલ ડીલ મુદે કેન્દ્ર સરકાર પર આકરા પ્રકાર કર્યા છે શરદ પવારે કટાક્ષ કરતા કહ્યુ કે, રાફેલ ડીલ મામલે વડાપ્રધાન મોદીની પ્રતિબદ્ધતા પર કોઈને શક નથી. જેથી કેન્દ્ર સરકારે રાફેલની કિંમતને દેશની જનતાને જણાવવી જોઈએ. વિપક્ષ દ્વારા સતત રાફેલની કિંમત અંગે જાણકારી માગી રહ્યુ છે.પરંતુ સરકાર દ્વારા રાફેલ અંગે દેશની જનતાને પુરતી માહિતી આપવામાં  આવતી નથી.

 

  શરદ પવારે વધુમાં કહ્યુ કે, સરકાર રાફેલ ડીલની માહિતી  દેશની જનતા સમક્ષ જાહેર કરશે તો તેનાથી સરકારને નુકસાન થવાનું નથી. રાફેલ મામલે કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધી સરકારને ઘેરી રહ્યા છે. ત્યારે શરદ પવારે પણ રાફેલ મામલે સરકારને સવાલ કર્યા છે.

(12:00 am IST)