Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

પાકિસ્તાન અને સાઉદીમાં ગંભીર અપરાધ તરીકે છે

જુદા જુદા મુસ્લિમ દેશોમાં જુદી જુદી સજાઓ : ફિલિપાઈન્સ, દક્ષિણ કોરિયા અને જાપાનમાં અપરાધની શ્રેણીથી દૂર કરવા માટે નિર્ણય થઇ ચુક્યો છે : અહેવાલ

ાવીદિલ્હી, તા. ૨૭ : સુપ્રીમ કોર્ટે આજે એડલ્ટરીના મામલામાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. એડલ્ટરી કાયદાની કલમ ૪૯૭ને ગેરબંધારણીય ગણાવીને આને અપરાધની હદથી દૂર કરવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે. આ પહેલા બીજી ઓગસ્ટના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દુનિયામાં અનેક દેશોમાં એડલ્ટરીને લઇને જુદા જુદા કાયદાઓ રહેલા છે. ભારત ઉપરાંત એશિયાના માત્ર ત્રણ દેશો દક્ષિણ કોરિયા, ફિલિપાઇન્સ અને તાઈવાનના સંબંધને અપરાધની શ્રેણીમાં રાખવામાં આવ્યા હતા. દક્ષિણ કોરિયામાં ૨૦૧૫માં આને અપરાધની શ્રેણીમાંથી દૂર કરવાાનો નિર્ણય કરાયો હતો. જાપાનમાં ૧૯૪૭માં અપરાધની શ્રેણીથી બહાર કરવાનો નિર્ણય કરાયો હતો. જ્યારે ફિલિપાઈન્સમાં ચાર મહિનાથી લઇને છ વર્ષની સજાની જોગવાઈ રહેલી છે. જ્યારે સાઉદી અરબ, પાકિસ્તાન અને સોમાલિયા સહિતના દેશોમાં આને માત્ર અપરાધની શ્રેણીમાં જ રાખવામાં આવતા નથી બલ્કે આના માટે ગંભીર સજાની પણ જોગવાઈ છે. જુદા જુદા મુસ્લિમ દેશોમાં કઠોર સજાની જોગવાઈ રહેલી છે. સાઉદી અરેબિયામાં પથ્થર મારી મારીને મારી નાંખવાની સજા રહેલી છે જ્યારે પાકિસ્તાનમાં આવા મામલાઓને બે શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. ગંભીર અપરાધ માટે પથ્થર મારી મારીને  અને બીજા મામલામાં ૧૦ વર્ષની જેલની સજાની જોગવાઈ રાખવામાં આવી છે. સોમાલિયામાં પણ પથ્થર મારી મારીને મારી નાંખવાની જોગવાઈ રહેલી છે. અફઘાનિસ્તાનમાં જાહેરમાં ૧૦૦ કોરડા ઝીંકવાની જોગવાઈ રહેલી છે. ઇજિપ્તમાં મહિલાઓન બે વર્ષની જેલ અને પુરુષને છ મહિના સુધી જેલની સજાની જોગવાઈ છે. ઇરાનમાં ફાંસીની સજાની જોગવાઈ રહેલી છે. તુર્કીમાં ૧૯૯૬માં અપરાધની શ્રેણીમાંથી બહાર કરવાનો નિર્ણય કરાયો હતો. અમેરિકાના ૨૧ રાજ્યોમાં આ પ્રકારના સંબંધ ગેરબંધારણીય ગણવામાં આવે છે. ન્યુયોર્ક સહિતના રાજ્યોમાં પતિ અથવા પત્નિ સાથે વિશ્વાસઘાત કરવાના મામલામાં નજીવા ગુના તરીકે જોવામાં આવે છે જ્યારે મિસિગન અને ઓકલાહામા જેવા રાજ્યોમાં આને ગંભીર અપરાધ ગણવામાં આવે છે જેમાં આજીવન કારાવાસ સહિતની જોગવાઈ રહેલી છે.  તાઈવાનમાં પણ કઠોર સજાની જોગવાઈ રહેલી છે.

વિવિધ દેશોમાં કાનૂન...

*    દક્ષિણ કોરિયામાં ૨૦૧૫માં અપરાધની શ્રેણીમાંથી બહાર

*    ૧૯૪૭માં જાપાનમાં અપરાધની શ્રેણીમાંથી બહાર

*    ફિલિપાઈન્સમાં ચાર મહિનાથી લઇને છ વર્ષની સજાની જોગવાઈ રહેલી છે

*    સાઉદીમાં પથ્થર મારી મારીને જાનથી મારી નાંખવાની સજા

*    પાકિસ્તાનમાં બે શ્રેણીમાં અપરાધને ગણવામાં આવે છે. ગંભીર મામલામાં પથ્થર મારી મારીને મારી નાંખવા અને અન્ય શ્રેણીમાં ૧૦૦ કોરડા ઝીંકવાની સજા છે

*    સોમાલિયામાં પથ્થર મારી મારીને મારી નાંખવાની જોગવાઈ

*    અફઘાનિસ્તાનમાં જાહેરમાં ૧૦૦ કોરડા ઝીંકવાની જોગવાઈ

*    ઇજિપ્તમાં મહિલાઓને બે વર્ષની જેલની સજા અને પુરુષોને છ મહિનાની જેલની સજાની જોગવાઈ છે

*    ઇરાનમાં ફાંસીની સજા રહેલી છે

*    તુર્કીમાં ૧૯૯૬માં અપરાધની શ્રેણીમાંથી બહાર કરવાનો નિર્ણય કરાયો હતો

*    અમેરિકાના ૨૧ રાજ્યોમાં ગેરકાનૂની તરીકે છે

*    ભારતમાં હવે અપરાધ તરીકે રહેશે નહીં

*    ઓસ્ટ્રેલિયામાં અપરાધ તરીકે નથી

(12:00 am IST)