Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

પરિણિત પુરુષ અન્ય પરિણિત મહિલા સાથે સંબંધ ગુનો નથી

કલમ ૪૯૭ના સંદર્ભમાં સ્પષ્ટ વાત કરવામાં આવી : મહિલાઓ અને પુરુષોને અલગ અલગરીતે જોઇ ન શકાય

નવીદિલ્હી, તા. ૨૭ : સુપ્રીમ કોર્ટે એડલ્ટરીને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે આઈપીસીની કલમ ૪૯૭માં એડલ્ટરીને અપરાધ તરીકે ગણવાની જોગવાઈને દૂર કરી દીધી છે. આઈપીસીની કલમ ૪૯૭ મુજબ જો કોઇ પરિણિત પુરુષ પરિણિત મહિલા સાથે તેના પતિની ઇચ્છાની વિરુદ્ધ શારીરિક સંબંધ બનાવે છે તો હવે તે અપરાધ તરીકે રહેશે નહીં. આ પ્રકારની જોગવાઈમાં હવે સ્પષ્ટતા કરવામાં આવી છે. આઈપીસીની કલમ ૪૯૭ હેઠળ હજુ સુધી પુરુષોને અપરાધી તરીકે ગણવામાં આવતા હતા જ્યારે મહિલાને વિક્ટિમ તરીકે ગણાવામાં આવતી હતી. કલમમાં એવી જોગવાઈ છે કે, પતિની ઇચ્છાથી ગેરપુરુષ સાથે સંબંધ બનાવી શકાય છે. આને એક રીતે પત્નિને પતિની સંપત્તિ ગણાવવાના અધિકાર તરીકે ગણવામાં આવતા હતા. પતિની મરજી વગર પત્નિ ગેર પુરુષ સાથે સંબંધ બનાવે છે તો પતિ તેના ઉપર ગેર પુરુષ સામે કેસ દાખલ કરી શકે છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર લોકોએ કહ્યું હતું કે, મહિલાઓને અલગરીતે જોઈ શકાય નહીં. કારણ કે આઈપીસીની કોઇપણ કલમમાં ઝેન્ડર પારસ્પરિક વિરોધાભાષ તરીકે નથી. આઈપીસીની કલમ ૪૯૭ હેઠળ જે કાયદાની જોગવાઈ છે તે પુરુષોની સાથે ભેદભાવ કરે છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, જો કોઇ પરિણિત પુરુષ કોઇપણ પરિણિત મહિલા સાથે તેની મંજુરીથી સંબંધ બનાવે છે તો આવા સંબબંધ નાવનાર પુરુષની સામે મહિલાના પતિ એડલ્ટરીનો કેસ દાખલ કરી શકે છે પરંતુ સંબંધ બનાવનાર મહિલાની સામે કેસ દાખલ કરવાની જોગવાઈ નથી જે ભેદભાવ તરીકે છે. આને દૂર કરવામાં આવે તે જરૂરી છે. આ દલીલો હવે માન્ય રખાઈ છે.

(12:00 am IST)