Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

રફાલ વિમાન ડીલ મુદ્દે રાહુલ ગાંધીઅે કવિતાનું સર્જન કરીને વડાપ્રધાન ઉપર શાબ્દીક પ્રહારો કર્યા

રફાલ વિમાન ડીલને લઈને રાહુલ ગાંધી સતત પ્રધાનમંત્રી મોદી પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે. કૉંગ્રેસ અધ્યક્ષે ગુરુવારે રફાલ મુદ્દે પ્રધાનમંત્રીને ઘેરવાની નવી રીત શોધી છે. રાહુલે કવિતા લખીને આ મુદ્દે PM નરેંદ્ર મોદી પર નિશાન સાધ્યું.

રાહુલ ગાંધીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર કવિતા લખીને પ્રધાનમંત્રી પર પ્રહાર કર્યા છે. આ પ્રથમવાર નથી જ્યારે રાહુલે રફાલ મુદ્દે PMને ઘેરવાની કોશિશ કરી હોય. આ પહેલા રાહુલ PM મોદીને ‘ચોર’ કહી ચૂક્યા છે. એક ટ્વિટમાં રાહુલે પ્રધાનમંત્રી મોદીને ‘કમાંડર ઈન થીફ’ ગણાવ્યા હતા.

30 ઓગસ્ટે રાહુલે એક સમાચાર શેર કરતાં ટ્વિટ કર્યું કે, “વૈશ્વિક ભ્રષ્ટાચાર. ખરેખર રફાલ વિમાન બહુ ઝડપી અને દૂર સુધી ઉડે છે. આવનારા એક-બે અઠવાડિયામાં બંકરનો વિનાશ કરવા બોમ્બ પાડી શકે છે. મોદીજી કૃપા કરીને અનિલને જણાવો કે ફ્રાંસમાં ખૂબ તકલીફ છે.”

રાહુલે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ફ્રાંસ્વા ઓલાંદના નિવેદન પર પણ પ્રેસ કોન્ફરંસ કરી હતી. રાહુલે કહ્યું કે, “ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપ્રમુખે ભારતના પ્રધાનમંત્રીને ચોર ગણાવ્યા છે, PMએ જવાબ આપવો જોઈએ.” ઓલાંદે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મોદી સરકારે તેમને અંબાણીની કંપનીનું નામ આપ્યું આ મામલે જ કૉંગ્રેસમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

જો કે, નાણામંત્રી અરુણ જેટલીએ રવિવારે એક ઈન્ટરવ્યૂ આપીને સરકારની સ્થિતિ સ્પષ્ટ કરી. જેટલીએ કહ્યું કે, “રફાલનો સોદો બિલકુલ ક્લિન છે.” જેટલીએ વિપક્ષના આરોપોને નકાર્યા છે. અરુણ જેટલી પહેલા જ કહી ચૂક્યા છે કે CAG રફાલની કિંમતની તપાસ કરશે પરંતુ ડીલ કેન્સલ નહીં થાય.

(12:00 am IST)