Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

આયુષ્‍માન ભારત યોજનાના નામે ૪૦૦ લોકોને ગોલ્ડન કાડ આપવાના વાયદા કરીને ફોર્મ ભરવાના બહાને લોકો પાસેથી રૂપિયા ખંખેર્યાઃ નોઇડાના શખ્સની ધરપકડ

નવી દિલ્હીઃ ગત સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત યોજનાનો પ્રારંભ કર્યો હતો. આ યોજનાને દુનિયાની સૌથી મોટી હેલ્થકેર સ્કિમ માનવામાં આવી રહી છે. પરંતુ, આ યોજના શરૂ થયાના થોડા દિવસોમાં જ મહેશચંદ નામનો એક શખ્સે ખરા અર્થમાં 400 લોકો પર સ્કિમ કરી નાંખી. યોજનાને નામે ઠગાઇનો ધંધો શરૂ થઈ ગયો. નવી દિલ્હી પાસેના નોઇડામાં એક શખસે આ યોજનાને નામે 400 લોકો સાથે છેત્તરપીંડી કરી છે. લોકોને યોજનાની કોઇ જાણકારી ન હોવાનો ફાયદો ઉઠાવીને શખસે લૂંટવાનું શરૂ કરી દીઘું.

મહેશે હેલ્થકેર વીમાનો ફાયદો ઉઠાવીને લોકોને ગોલ્ડન કાર્ડ આપવાનો વાયદો કર્યો હતો. જેના બદલામાં પૈસા લેવાનું શરૂ કરી દીઘું. આરોપીએ એક સ્લમ વિસ્તારમાં 300 લોકો પાસે કેટલાક ફોર્મ ભરાવવાનું શરૂ કરી દીધુ. આરોપીએ કહ્યું કે, આ સ્કિમથી લોકોને ખાનગી હોસ્પિટલમાં પણ સસ્તામાં સારવાર મળી રહેશે. ફોર્મ ભરવાને બહાને આરોપીએ પ્રત્યેક વ્યક્તિ પાસેથી 50 રૂપિયા ખંખેરી લીધા હતા. જે લોકોએ ફોર્મ ભર્યા હતા તેઓમાંથી મોટાભાગના લોકો ઓછું ભણેલા હતા.

મહેશચંદ મુઝફ્ફરપુરનો રહેવાસી છે. ગત મંગળવારે તે સોસાયટીમાં આવ્યો હતો અને ફોર્મભરી ગોલ્ડનકાર્ડ લઇ જવા માટે એલાન કર્યું હતું. મહેશે કહ્યું હતું કે તે ખોડા વિસ્તારથી આવે છે અને સ્કિમનો લાભ લેવા માટે 25 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેણે કહ્યું હતું કે તે ખાનગી હોસ્પિટલ સાથે ટાઇઅપ કરીને મફતમાં સારવાર કરાવી આપશે. લોકોએ વાત માનીને ફોર્મ ભરી દીઘા હતા.

કેટલાક સ્થાનિકોને આશંકા જતા ભારતીય જનતા યુવા મર્ચાનો સંપર્ક કરતા મહેશ અટવાઇ ગયો હતો. મહેશ આ સ્કિમ વિશે અન્ય કોઇ માહિતી ન આપી શકતા લોકોએ તેને ઢોરમાર માર્યો હતો. આ ઉપરાંત પોલીસ ફરિયાદ પણ કરી હતી. આયુષ્માન ભારત યોજનાનો લાભ લેવા માટે કોઇ ગોલ્ડન કાર્ડની જરૂરિયાત રહેતી નથી.

(12:00 am IST)