Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

''ફ્રી હેલ્થફેર'': યુ.એસ.માં IHCNJના ઉપક્રમે ૧૫ સપ્ટેં.રવિવારના રોજ દુર્ગા મંદિર, પ્રિન્સેટોન, ન્યુજર્સી મુકામે યોજાનારો કેમ્પઃ ૪૦ વર્ષથી વધુ વયના, ઇન્સ્યુરન્સ નહીં ધરાવતા અથવા ઓછો ધરાવતા લોકો લાભ લઇ શકશેઃ રજીસ્ટ્રેશન કરાવી લેવાની છેલ્લી તારીખ ૬ સપ્ટેં.૨૦૧૯

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુજર્સી (IHCNJ)ના ઉપક્રમે આગામી ૧૫ સપ્ટેં.૨૦૧૯ રવિવારના રોજ વાર્ષિક હેલ્થફેર યોજાશે.

દુર્ગા મંદિર, ૪૨૪૦ રૂટ, ૨૭, પ્રિન્સેટોન, ન્યુજર્સી મુકામે યોજાનારા ફ્રી હેલ્થફેરનો સમય ૮-૩૦ થી બપોરે ૧ વાગ્યા સુધીનો રહેશે. જે અંતર્ગત હેલ્થ સ્ક્રિનીંગ સાથે રોગો થતા અટકાવવા રાખવાની થતી જાગૃતિ વિષે માર્ગદર્શન અપાશે. દુર્ગા મંદિર સાથેના સંયુકત ઉપક્રમે યોજાનારો આ કેમ્પ સતત સાતમા વર્ષે સાઉથ બ્રન્સવીક બ્રન્સવીક ટાઉનશીપમાં યોજાનારો કેમ્પ બની રહેશે.

આ ફ્રી હેલ્થફેરનો ૪૦ વર્ષથી વધુ વય ધરાવતા તથા ઇન્સ્યુરન્સ નહી ધરાવતા અથવા ઓછો ધરાવતા લોકો અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લાભ લઇ શકશે.

કેમ્પમાં હેલ્થ સ્ક્રિનીંગ અંતર્ગત બ્લડ ટેસ્ટ, EKG ફીઝીકલ ડેન્ટલ એકઝામિનેશન, મેન્ટલ હેલ્થ સ્ક્રિનીંગ વિઝન સ્ક્રિનીંગ, ડાયાબિટીસ, સહિતના નિદાનો કરી અપાશે. ઉપરાંત કાર્ડિયોલોજી ફીઝીકલ થેરાપી કાઉન્સેલીંગ જુદા જુદા પ્રકારના કેન્સરના નિદાન સહિત તે થતા અટકાવવા માર્ગદર્શન અપાશે. તેમજ હૃદયરોગ થતા અટકાવવા માટેની જીવનશૈલી, HIV ટેસ્ટીંગ તથા માર્ગદર્શન, પાચનને લગતા રોગો, ફાર્મસી કાઉન્સેલીંગ સહિત વિવિધ વિષયે માર્ગદર્શન અપાશે.

કેમ્પમાં ફીઝીશીઅન સહિત જુદા જુદા રોગોના નિષ્ણાંત તબીબો, ઇન્ટરનલ મેડિસીન સ્પેશ્યાલીસ્ટ, ગાયનેકોલોજીસ્ટ, EKG ટેકનીશીઅન્શ,મેડીકલ સ્ટુડન્ટસ, નર્સીઝ, સોશીઅલ વર્કર્સ સહિત આરોગ્ય તથા સામાજીક ક્ષેત્રે કાર્યરત લોકો સેવાઓ આપશે.

બ્લડ ટેસ્ટ રિપોર્ટ ફીઝીશીઅન દ્વારા ચેક કરાયા પછી નોંધ સાથે દર્દીને મોકલી અપાશે.

આ તકે IHCNJના વોલન્ટીઅર્સ નિસ્વાર્થ ભાવે સેવાઓ આપી કેમ્પને સફળતાપૂર્વક સંપન્ન કરાવવા જહેમત ઉઠાવશે. ઉપરાંત ન્યુજર્સી સ્ટેટ કમિશન ફોર બ્લાઇન્ડની પણ સેવાઓ ઉપલબ્ધ બનાવાશે સ્થાનિક હોસ્પિટલો તથા નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્શનો પણ સહયોગ પ્રાપ્ત થશે. એકયુરેટ ડાયેગ્નોસ્ટીક લેબ.ના રૂપેન પટેલ પણ આખો દિવસ સેવાઓ આપશે.

અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લેનાર તમામ લોકોને સવારે ૮ વાગ્યા સુધીમાં ભુખ્યા પેટે હાજર થઇ જવાનું રહેશે. તથા સાથે પોતાની ફાઇલ લઇને આવવાનું રહેશે. તમામ લાભાર્થીઓ માટે બ્રેકફાસ્ટ તથા લંચની વ્યવસ્થા કરવામાં આવી છે.

રજીસ્ટ્રેશન www.IHCNJ.org મારફત જ કરાવવાનું રહેશે. જે ૬ સપ્ટે ૨૦૧૯ સુધીમાં કરાવી લેવાનું રહેશે.

આ વર્ષનો છેલ્લો કેમ્પ ૩ નવેં.૨૦૧૯ના રોજ શ્રી સ્વામિ નારાયણ મંદિર, સિકોસસ, ન્યુજર્સી મુકામે યોજાશે. જયાં માત્ર વહીવટી ખર્ચ પુરતી રકમ લઇ ઇન્ફલ્યુએન્ઝા રસી મુકા અપાશે. વિશેષ માહિતિ દુર્ગા મંદિર ખાતેનો હેલ્થફેર પૂરો થયા પછી અપાશે. તેવું IHCNJ પ્રેસિડન્ટ ડો.તુષાર પટેલની યાદી જણાવે છે.

 

(9:57 pm IST)