Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

ગાય સામે કૃષ્ણની જેમ વાંસણી વગાડવાથી તે વધુ દૂધ આપે છેઃ ભાજપ ધારાસભ્ય

આસામના ધારાસભ્ય દિલીપ કુમાર પોલે ગુજરાતી એનજીઓના રિસર્ચનો હવાલો આપતાં દાવો કર્યો

ગુવાહાટી, તા.૨૮: આસામમાં ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યે દાવો કર્યો છે કે ભગવાન કૃષ્ણની જેમ વાંસળી વગાડવામાં આવેલી વાંસળી સાંભળીને ગાયો વધુ દૂધ આપે છે. 'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર આસામના સિલચરના ધારાસભ્ય દિલીપ કુમાર પોલે મંગળવારે કહ્યું કે જયારે ગાયો ભગવાન કૃષ્ણની જેમ વગાડવામાં આવેલી વાંસળીના સૂર સાંભળે છે તો વધુ દૂધ આપવા લાગે છે. રવિવારે એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોલે આ દાવો કર્યો.

દિલીપ કુમાર પોલે હિન્દુસ્તાન ટાઇમ્સને કહ્યું કે, મેં સંગીત અને નૃત્યને સકારાત્મક પ્રભાવો વિશે સભાને જણાવ્યું. સાથોસાથ મેં એમ પણ જણાવ્યું કે વૈજ્ઞાનિક રીતે કેવી રીતે સાબિત થયું છે કે જો ભગવાન કૃષ્ણ દ્વારા વગાડવામાં આવેલી વાંસળીની જેમ ગાયોને વાંસળીની ધૂન સંભળાવવામાં આવે તો તેના દૂધનું ઉત્પાદન વધે છે.

જયારે તેમને રિસર્ચ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેઓએ દાવો કર્યો કે ગુજરાતની એક એનજીઓએ થોડાક વર્ષ પહેલા કેટલાક સંશોધન કર્યા હતા, જયાં વાંસળીની ધૂનથી દૂધના ઉત્પાદનમાં વધારો થયો હતો. વિદેશી નસલની ગાયો જે શુદ્ઘ સફેદ દૂધ આપે છે તેનાથી વિપરીત ભારતીય ગાય હળવા પીળા રંગનું દૂધ આપે છે. આ દૂધ વધુ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. ભારતીય ગાયોના દૂધથી બનેલા પનીર, માખણ જેવા ઉત્પાદ પણ વિદેશ નસલની ગાયોના દૂધથી સારા હોય છે. ધારાસભ્યએ આસામ, મેદ્યાલય, પશ્યિમ બંગાળ, ત્રિપુરાની સરહદોના માધ્યમથી ભારતથી બાંગ્લાદેશ સુધી પશુઓની તસ્કરી વિશે પણ ચિંતા વ્યકત કરી અને તેને ખતમ કરવાની માંગ કરી. આસામ વિધાનસભાના પૂર્વ ડેપ્યૂટી સ્પીકર પાઙ્ખલે કહ્યું કે આપણે ગાયને ગૌ-માતા કહીએ છીએ, પરંતુ દર વર્ષે હજારો ગાયોની તસ્કરી કરવામાં આવી રહી છે. તેને રોકવી જોઈએ.

(4:22 pm IST)