Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

શૂન્યના મહાસાગરને ઉલેચનાર ઓશો એટલે જીવનની વસંત : પંડિત જશરાજ

હું પંડિત છું, પણ અને નથી પણ. કેમ કે શાસ્ત્રો વિશે હું કંઈ જાણતો નથી અને શબ્દો સાથે મને એટલો પ્રેમ પણ નથી. હા ભાવદશાથી જરૂર પરિચિત છું, હૃદય અને પ્રેમથી પરિચિત છું અને તેનાથી જ મેં ઓશો અને તેમના પરિવારને ઓળખ્યા છે.

ઓશોના સંપૂર્ણ વ્યકિતત્વને મેં સંગીતના માધ્યમથી જ સમજ્યુ છે. સંગીતની જેમ તેમનામાં પણ આરોહ - અવરોહ હતા. બધા સ્વરોને તે સજાવતા - શણગારતા હતા અને શૂન્યના મહાસાગરને ઉલેચતા હતા.

હું હંમેશા ઓશોનો દર્શનાકાંક્ષી રહ્યો પણ સશરીર તેમને મળવાનું સૌભાગ્ય મને નથી મળ્યુ. ઓશોને સમજીને લાગવા માંડે છે કે હજુ તો મેં મારી બેઠક જ બરાબર ગોઠવી હતી, કાન સાંભળવા માટે તૈયાર જ કર્યા હતા ને તમે મૌન થઈ ગયા.

પણ આવુ કહેવું કદાચ યોગ્ય નહિં ગણાય, કેમ કે ઈશાવાસ્યની ઉદ્દઘોષણા છે - પૂર્ણથી પૂર્ણની અને પૂર્ણનું પૂર્ણત્વ લઈને પૂર્ણ જ બચ્યા રહેવાની. આ અર્થમાં જોઈએ તો તેમને મળીએ કે ન મળીએ તેનાથી શું ફેર પડી જવાનો?(૩૭.૪)

પદ્મવિભૂષણ પંડિત જશરાજ  (પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક)

(11:47 am IST)