Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

યુપીના ભાજપના સાંસદ જગદંબિકા પણ ફરીવાર રાજકીય પાલો બદલાવશે ??

અખિલેશ યાદવ પાસે બેઠા હોય એવી તસ્વીર અને અટલજીની શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મુલાયમસિંહની નજીક જોવા મળતા અટકળને વેગ

 

નવી દિલ્હી :ઉત્તરપ્રદેશના ડુમરિયાગાંજ બેઠકના ભાજપના સાંસદ જગદંબિકા પાલ ફરીવાર રાજકીય પાલો બદલવાની તૈયારીમાં હોવાની ચર્ચા જાગી છે અને એવું મનાય છે કે તેઓ આગામી 2019ની લોકસભા ચૂંટણીમાં કમળનો સાથ છોડીને જગદંબિકા પાલ સાયકલ પર સવાર થઇ શકે છે.

  જગદંબિકા પાલની એક એક તસ્વીર સામે આવી છે કે જેમાં તે સપા અધ્યક્ષ અખિલેશ યાદવની પાસે બેઠા છે. તસ્વીરમાં અન્ય એક શખ્સ પણ હાજર છે.જોકે  મુલાકાત વ્યક્તિગત હતી કે રાજકીય.તે વિગત હજુ સામે આવી નથી

  પહેલા પૂર્વ પીએમ વાજપેયીને શ્રદ્ધાંજલી આપવાના કાર્યક્રમમાં પણ તેઓ મુલાયમ સિંહની નજીક જોવા મળ્યા હતા.

(12:00 am IST)