Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

કેરળમાં કોરોના બેફામ બનતા દેશમાં ત્રીજી લહેરના ભણકારા : દેશના કુલ કેસના અડધાથી વધુ કેસ કેરળમાં : દેશમાં નવા 43.159 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 38.525 દર્દીઓ રિકવર થયા : વધુ 640 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.22.695 થયો :એક્ટીવ કેસ 3.97.330 થયા : કુલ કેસની સંખ્યા 3.15.26.622 થઇ

સૌથી વધુ કેરળમાં 22.056 કેસ, મહારાષ્ટ્ર્રમાં 6857 કેસ, તામિલનાડુમાં 1756 કેસ,ઓરિસ્સામાં 1703 કેસ,આંધ્રપ્રદેશમાં 2010 કેસ,કર્ણાટકમાં 1531 કેસ, આસામમાં 1276 કેસ, મણિપુરમાં 1003 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે આજે દેશમાં કોરોનાનાં નવા 43.159 કેસ નોંધાયા છે. જ્યારે 38.525 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 43.159 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 640 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.22.695 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 43.159 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.15.26.622 થઇ છે  એક્ટિવ સંખ્યા 3.97.330 થઇ છે છેલ્લા 24 કલાકમાં 43.159 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.06.94.122 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 22.056 કેસ, મહારાષ્ટ્ર્રમાં 6857 કેસ, તામિલનાડુમાં 1756 કેસ,ઓરિસ્સામાં 1703 કેસ,આંધ્રપ્રદેશમાં 2010 કેસ,કર્ણાટકમાં 1531 કેસ, આસામમાં 1276 કેસ, મણિપુરમાં 1003 કેસ નોંધાયા છે

(1:12 am IST)