Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

સિઝેરિઅન દરમિયાન પેટમાં કાપડનો ટુકડો રહી ગયો હતો તે યુ.પી.ની મહિલાનું કરૂણ મોત : 1 જાન્યુઆરીના રોજ લખનૌની હોસ્પિટલમાં ઓપરેશન કરાયું હતું

લખનૌ : યુ.પી.ની લખનૌ હોસ્પિટલમાં 1 જાન્યુઆરીના રોજ એક મહિલાનું સિઝેરિઅનનું ઓપરેશન કરાયું હતું. ત્યારે ડોક્ટરની કથિત બેદરકારીથી પેટમાં કાપડનો ટુકડો રહી ગયો હતો .આથી તેને દુખાવો થતો હોવાથી તેને કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાઈ હતી. મહિલા વેન્ટિલેટર ઉપર હતી. જે દરમિયાન આ મહિલાનું કરૂણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.

આ મામલે તપાસ કરવા મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ રાજેશ કુમારે 3 મેમ્બરની કમિટીની રચના કરી છે.

મહિલાના પતિ મનોજએ જણાવ્યા મુજબ 1 જાન્યુઆરીના રોજ કરાયેલા સિઝેરિઅનથી તેની પત્ની 30 વર્ષીય નીલમે એક પુત્રીને જન્મ આપ્યો હતો.ત્યારબાદ તેને પેટમાં દુખાવો થતો હોવાથી શાહજહાંપુરની પ્રાઇવેટ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં ઓપરેશન દરમિયાન તેના પેટમાંથી કાપડનો ટુકડો મળી આવ્યો હતો.

બાદમાં તેની તબિયતમાં સુધારો ન જણાતાં તેને કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાઈ હતી. જ્યાં સોમવારે તેનું મૃત્યુ થયું છે. આથી તપાસ કરવા  કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે નીમેલી કમિટીએ હજુ સુધી તેનું નિવેદન લીધું નથી.તેમ મહિલાના પતિએ જણાવ્યું હતું. તેવું ધ.ટ્રી .દ્વારા જાણવા મળે છે.

(8:08 pm IST)