Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ટિકિટ બુકિંગ માટે મોબાઇલ, ઇ-મેલ વેરિફિકેશન અનિવાર્ય

સેવાને વધુ સારી બનાવવા માટે રેલવેનું પગલું : આ નિયમ એવા લોકો માટે છે જેમણે લાંબા સમયથી ટિકિટ નથી ખરીદી, જોકે, આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે

 

નવી દિલ્હી, તા.૨૮ : ભારતીય રેલવે પોતાની સેવાને વધારે સારી કરવા માટે જરૂરી ફેરફાર કરતું રહે છે. રેલવેએ પોતાની ટિકિટ બુકિંગ સેવામાં ખૂબ સુધારો કર્યો છે. પહેલા રેલવેની ટિકિટ લેવા માટે બુકિંગ કાઉન્ટર સુધી લાંબા થવું પડતું હતું. હવે મોબાઇલમાંથી પણ ટિકિટનું બુકિંગ થઈ શકે છે. રેલવેની ટિકિટ બુક કરવા માટે તમારે આઈઆરસીટીસીની વેબસાઇટ કે એપ પર જવાની જરૂર રહે છે. હવે રેલવેએ ટિકિટ બુકિંગ માટે મોબાઇલ અને -મેલ વેરિફિકેશન અનિવાર્ય કર્યું છે. જે બાદમાં તમે ટિકિટની ખરીદી કરી શકશો. નિયમ એવા લોકો માટે છે જેમણે લાંબા સમયથી ટિકિટ નથી ખરીદી. જોકે, પ્રક્રિયા ખૂબ સરળ છે અને ઓછા સમયમાં કરી શકાય છે.

કોરોના સંક્રમણ બાદ લાંબા સમય સુધી રેલવેની સેવા બંધ રહી હતી. અનેક મુસાફરોએ રેલવેની સેવા શરૂ થયા બાદ પણ મુસાફરી કરવાનું ટાળ્યું હતું. આથી અનેક લોકોએ લાંબા સમય સુધી રેલવેની ટિકિટ બુક કરાવી હતી. હવે આવા લોકોએ આઈઆરસીટીસીની વેબ કે એપ મારફતે ટિકિટ ખરીદતા પહેલા મોબાઇલ નંબર અને -મેલનું વેરિફિકેશન કરાવવું પડશે. જે બાદમાં ટિકિટ બુક થઈ શકશે. બીજી તરફ જે લોકો નિયમિત રીતે ટિકિટ બુક કરાવતા રહ્યા છે તેમણે પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે.કોરોના બાદ રેલવે વ્યવહાર પૂર્વવત થઈ ગયો છે. આથી રેલવેમાં ટ્રાફિક વધ્યો છે. સાથે સાથે ઓનલાઇન ટિકિટ બુકિંગ પણ વધ્યું છે. આઈઆરસીટીસીની દિલ્હી સ્થિત ઓફિસના અધિકારીએ જણાવ્યું કે, કોરોનાની બંને લહેર અને તે પહેલા જે એકાઉન્ટ નિષ્ક્રિય હતા, તેમની ખરાઈ થઈ શકે તે માટે મોબાઇલ નંબર અને -મેલ વેરિફિકેશન સિસ્ટમ લાવવામાં આવી છે. રીતે વેરિફિકેશન કરી શકાશેઃ આઈઆરસીટીસીના પોર્ટલ પર લોગીન કરશો ત્યારે વેરિફિકેશન વિન્ડો ખુલશે. પ્રથમથી નોંધાયેલો મોબાઇલ નંબર અને -મેલ દાખલ કરો. જમણી અને ડાબી બાજુએ એડિટ તેમજ વેરિફિકેશનનો વિકલ્પ આવશે. એડિટ પર જઈને તમે તમારો નંબર કે -મેલ પસંદ કરી શકો છો. વેરિફિકેશન વિકલ્પ પસંદ કરતા ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરતા તમારો મોબાઇલ નંબર વેરિફાઈ થઈ જશે. આવી રીતે -મેલને પણ વેરિફાઇ કરી શકો છો. -મેલ પર આવેલા ઓટીપીને દાખલ કરવાનો રહેશે.

ભારતીય રેલવે તરફથી આઈઆરસીટીસી ઑનલાઇન ટિકિટ વેચે છે. માટે એપ્લિકેશન કે વેબ પોર્ટલ પર લોગીન કરવું પડશે. જેમાં તમારે તમારી જરૂરી વિગતો ભરવાની રહેશે. જે બાદમાં તમે ઓનલાઇન બુકિંગનો લાભ ઉઠાવી શકો છો. તમે -ટિકિટ કે પછી સોફ્ટ કોપી સાથે રાખીને મુસાફરી કરી શકો છો.

(7:54 pm IST)