Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

હવે બેન્ક ડૂબે તો 90 દિવસની અંદર મળશે વીમાના 5 લાખ રૂપિયા : કેબિનેટમાં બિલ સંશોધનને મંજૂરી

આ નવા નિયમ હેઠળ લગભગ 98.3 ડિપોઝિટર્સને કવર કરવામાં આવશે.

નવી દિલ્હી :છેલ્લા કેટલાક વર્ષમાં PMC સહિત કેટલીક અન્ય બેન્કો પર અનિયમિતતાઓના આરોપોને કારણે બેન્ક ગ્રાહકોના પૈસા બેન્કમાં ફસાયેલા છે. એવામાં ડિપોઝિટર્સના હિતોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર પહેલાથી જ DICGCમાં એક નવુ સંશોધન લાવી છે, જેની હેઠળ એક નક્કી સમયમાં ગ્રાહકોને તેમના ફસાયેલા વીમાના પૈસા મળી જશે.

કેબિનેટ મીટિંગમાં આ બિલ સંશોધન પાસ કરવામાં આવ્યુ છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે મીટિંગ બાદ એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યુ કે આ સંશોધિત બિલને આ મોનસૂન સત્રમાં રજૂ કરવામાં આવશે.

નાણા મંત્રી સીતારમણે જણાવ્યુ કે કેબિનેટે Deposit Insurance and Credit Guarantee Corporation Billમાં એક સંશોધન પાસ કર્યુ છે, જે ગ્રાહકોને ડિપોઝિટ પર ઇંશ્યોરન્સ કવરેજને વધારશે અને જો બેન્ક ડુબે છે અથવા નાણાકીય દબાણમાં આવે છે તો ડિપોઝિટર્સના વીમાના પૈસા મળવામાં જેટલો સમય લાગે છે, તેને ઓછો કરશે. નિર્મલા સીતારમણે જણાવ્યુ કે બિલમાં સંશોધન બાદ આ નવા નિયમ હેઠળ લગભગ 98.3 ડિપોઝિટર્સને કવર કરવામાં આવશે.

DICGC બિલમાં આ સંશોધન હેઠળ જો કોઇ બેન્ક મોરેટોરિયમમાં જતી રહે છે અથવા ડુબવાની સ્થિતિમાં આવી જાય છે અથવા કોઇ નાણાકીય દબાણમાં આવે છે તો નવો કાયદો લાગુ થઇ જશે. પહેલા 45 દિવસમાં બેન્કે વીમા કંપનીને બધુ હેન્ડઓવર કરવુ પડશે. તે બાદ 90 દિવસમાં ડિપોઝિટર્સને તેમના વીમાના પૈસા મળી જશે, ત્યાર સુધી બેન્કની સમસ્યાનું સમાધાન નીકળ્યુ હોય કે ના નીકળ્યુ હોય.

પૈસા ડુબવાની સ્થિતિમાં બેન્ક ગ્રાહકોને 5 લાખનું ડિપોઝિટ ઇંશ્યોર્ડ રહેશે અને તે પણ આ રકમ તેમણે 90 દિવસની અંદર મળી જશે.

સૌથી પહેલા આ વાત તમને જણાવી દઇએ કે જો કોઇ પણ બેન્ક ડુબે છે અછવા કોઇ પણ કારણથી ગ્રાહકના પૈસા ફસાય છે તો અત્યાર સુધી એવુ થતુ હતુ કે તેમના પૈસા ત્યાર સુધી મળી શકતા નહતા જ્યાર સુધી તે બેન્ક વિરૂદ્ધ જરૂરી કાર્યવાહી ના થઇ જાય, જરૂરી પ્રક્રિયા પુરી ના થાય અથવા તે બેન્ક પોતાની સંપત્તિઓ ના વેચવા લાગે. પરંતુ આ નવા સંશોધન અનુસાર આ જોગવાઇ કરવામાં આવી છે કે બેન્કની સમસ્યાનું કોઇ સમાધાન નીકળે કે ના નીકળે 90 દિવસની અંદર ડિપોઝિટર્સને તેમની રકમ પર વીમાના 5 લાખ રૂપિયા આપવા પડશે.

પહેલા બેન્ક ડુબવાની સ્થિતિમાં ગ્રાહકોને તેમના ડિપોઝિટ પર 1 લાખની ઇંશ્યોરન્સ રકમ મળતી હતી પરંતુ હવે તેમણે 5 લાખ કરવામાં આવ્યુ છે અને હવે જો આ નવો બદલાવ લાવવાની મંજૂરી મળી જાય છે તો આ વીમાની રકમ ડિપોઝિટર્સને 90 દિવસની અંદર મળી જશે.

(7:26 pm IST)