Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

હવે ખેલા હોબેની ગૂંજ આખા દેશમાં સંભળાશે : હાલના સમયે ઇમરજન્સી કરતા પણ ખરાબ સ્થિતિ : મમતા બેનર્જીના પ્રહાર

આપણી સુરક્ષાને ખતરામાં નાખવામાં આવી રહી છે. સંસદમાં પણ કામ થઇ રહ્યુ નથી, વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે

નવી દિલ્હી :પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ફરી એક વખત કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. પેગાસસને લઇને મમતા બેનરજીએ કહ્યુ કે મારો ફોન હેક કરવામાં આવ્યો, અભિષેક અને પીકેનો પણ ફોન હેક કરવામાં આવ્યો છે. અત્યારે કોઇ પણ ફ્રીડમ ઓફ પ્રેસ બાકી નથી.

 

મમતાએ કહ્યુ કે અમે જે લોકોને ત્રિપુરા મોકલ્યા, તેમની પણ ધરપકડ કરવામાં આવી. બંગાળના મુખ્યમંત્રીએ કહ્યુ કે પેગાસસ એક ખતરનાક વાયરસ છે, જેના દ્વારા આપણી સુરક્ષાને ખતરામાં નાખવામાં આવી રહી છે. સંસદમાં પણ કામ થઇ રહ્યુ નથી, વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. મમતા બેનરજીએ કહ્યુ કે આ સમયે ઇમરજન્સી કરતા પણ ખરાબ સ્થિતિ છે.

 

 

વિપક્ષી એકતા પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યુ કે આ આખી સિસ્ટમ રાજકીય પાર્ટીઓ પર નિર્ભર કરે છે, જો કોઇ લીડ કરે છે તો મને કોઇ તકલીફ નથી. હું કોઇની પર પોતાનું ઓપિનિયન થોપવા માંગતી નથી. મમતા બેનરજીએ કહ્યુ કે અત્યારે કેટલાક રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, અમે સંસદ સત્ર બાદ તમામ રાજકીય દળો સાથે મળીને વાત કરીશું.

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યુ કે હું સોનિયા ગાંધી, અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરીશ. લાલુ યાદવ સાથએ પણ વાત થઇ છે, તમામ લોકો સાથે આવવા માંગે છે. મમતા બેનરજીએ કહ્યુ કે સોનિયા ગાંધી પણ વિપક્ષી એકતા ઇચ્છે છે, તેમની સાથે મુલાકાતમાં અમે તેની પર ચર્ચા કરીશું. મમતા બેનરજીએ કહ્યુ કે જો વિપક્ષી મોરચા પર તમામ સીરિયસ થઇને કામ કરીએ છીએ તો 6 મહિનામાં પરિણામ જોવા મળી શકે છે.

 

મમતા બેનરજીએ કહ્યુ કે મારા તમામ વિપક્ષી નેતાઓ સાથે સારા સબંધ છે, જો રાજકીય આંધી આવી તો તેને કોઇ રોકી નહી શકે. બંગાળના મુખ્યમંત્રીએ વધુમાં કહ્યુ કે હવે ખેલા હોબેની ગૂંજ આખા દેશમાં સંભળાશે.

મહત્વપૂર્ણ છે કે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી એક અઠવાડિયાના દિલ્હી પ્રવાસે છે. આ દરમિયાન તે વિપક્ષના કેટલાક મોટા નેતાઓને મળશે, જેને મમતાના મિશન 2024ના પ્રવાસ સાથે જોડવામાં આવી રહ્યુ છે. મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી.

(7:09 pm IST)