Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ઝારખંડ, છત્તિસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર અને પ.બંગાળ સહિતના રાજયોમાં ભારે વરસાદ પડશે

હિમાચલ અને ઉત્તરાખંડમાં રેડ એલર્ટઃ દિલ્હીમાં આ મહિનામાં વરસાદનો રેકોર્ડ

નવીદિલ્હીઃ દેશનાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે આગામી ૨૪ કલાક દરમ્યાન દેશનાં ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ સહિતનાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ ઉપરાંત અંદમાન અને નિકોબાર આઇલેન્ડ્સ, કોસ્ટલ કર્ણાટક, કેરળ અને લક્ષદ્વીપ ઉપર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ભારતીય હવામાન વિભાગની ચેતવણી (આઈએમડી) એ આગામી ૨૪ કલાક સુધી દેશનાં ઘણા ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આઇએમડી અનુસાર મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, પશ્ચિમ બંગાળ સહિતનાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અંદમાન અને નિકોબાર આઇલેન્ડ, કોસ્ટલ કર્ણાટક, કેરળ અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

રાજધાની દિલ્હીમાં ચોમાસું ભલે થોડુ મોડુ આવ્યુ છે પરંતુ હાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગુરૂગ્રામ, લોની દેહાત, મનેસર, હિંડોન એએફ સ્ટેશન, ગાઝિયાબાદ, ઈંદિરાપુરમ, છપરૌલા, નોઇડા, દાદરી, ગ્રેટર નોઇડામાં વાવાઝોડા અને વીજળી પડવાની પૂરી સંભાવનાઓ છે.

હરિયાણાનાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. રાજ્યનાં કુરુક્ષેત્ર, કૈથલ, કરનાલ, રાજૌદ, અસંધ, સફીદોં, પાણીપત, ગોહાના, ગનૌર, સોનીપત, નરવાના, જિંદ, રોહતકમાં વાવાઝોડું પડવાની સંભાવનાઓ છે. ઉત્તરપ્રદેશમાં પણ સહારનપુર, હસ્તિનાપુર, દૌરલા, મેરઠ, મોદીનગર, સિયાના, હાપુડ જહાંગીરાબાદ, શિકારપુર, બુલંદશહેર, સિકંદરાબાદમાં વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં સક્રિય થઇ રહેલુ ચોમાસું આજે અને આવતી કાલે સુસ્ત રહેશે. ૩૦ મી જુલાઈથી મરુધરામાં ચોમાસું ફરી સક્રિય રહેશે. ૩૧ જુલાઇએ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર હિમાચલનાં ઘણા શહેરોમાં ૨૯ જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. વળી, હિમાચલ પ્રદેશમાં પિથૌરાગઢ, બાગેશ્વર, નૈનીતાલ, પૌડી અને દહેરાદૂન જિલ્લામાં આજે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આ જુલાઈમાં વરસાદએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં ૩૮૧ મીમી વરસાદ નોંધાયો છે. જુલાઈ ૨૦૦૩ પછી આ સર્વોચ્ચ છે. આઠ વર્ષમાં જુલાઈ મહિનામાં ૨૪ કલાકમાં આ સૌથી વધુ વરસાદ છે. વર્ષ ૨૦૧૩ માં દિલ્હીમાં ૨૧ જુલાઇએ ૧૨૩.૪ મીમી વરસાદ થયો હતો.

(2:52 pm IST)