Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

હવે માત્ર રૂ.૪૦૦માં થશે RTPCR ટેસ્ટ

સંભવિત ત્રીજી લહેરને લઇને રાજય સરકાર-વહીવટી તંત્ર એકશન મોડમાં : RTPCR રીપોર્ટના ચાર્જમાં ધરખમ ઘટાડાની જાહેરાત : ખાનગી લેબમાં RTPCR રૂ.૪૦૦માં થઇ શકશેઃ પહેલા રૂ.૭૦૦માં થતો'તોઃ રૂ.૩૦૦નો ઘટાડોઃ એરપોર્ટ પર ટેસ્ટના રૂ.૨૭૦૦ : ઘરે ટેસ્ટ કરાવવાના રૂ.૫૫૦

અમદાવાદ, તા.૨૮: કોરોનાની ત્રીજી લહેર નજર સામે છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. સરકાર દ્વારા કોરોના માટે કરાતા આરટીપીસીઆર ટેસ્ટ (RTPCR test)ના ભાવમાં ઘટાડાની જાહેરાત કરાઈ છે. આરટીપીસીઆર ટેસ્ટનો ભાવ ૭૦૦ રૃપિયાથી ઘટાડીને ૪૦૦ રૃપિયા કરવામાં આવ્યો છે. આમ, આરટીપીસીઆર ટેસ્ટના ભાવમાં સીધો ૩૦૦ રૃપિયાનો ઘટાડો કરાયો છે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે કરી છે. તો સાથે જ ૨૭૦૦ રૃપિયામાં એરપોર્ટ પર આરટીપીઆર ટેસ્ટ કરાવી શકાશે.

આજે ગાંધીનગરમાં સીએમ વિજયભાઇ રૃપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેકિસનેશનની પ્રક્રિયાને લઇને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હવેથી આગામી રવિવારે જેઓને કોરોના વેકિસનનો બીજો ડોઝ આપવાનો બાકી હશે તેઓને પણ હવે રસી આપવામાં આવશે. કોરોનાના થર્ડ વેવને લઇને હાલમાં રાજય સરકાર ગંભીર છે. રાજયમાં હવે ધીમે ધીમે છૂટછાટ પણ આપવામાં આવી રહી છે. રાજયમાં તમામ નાગરિકોને વેકિસન આપીને સુરક્ષિત કરાશે. જો કે રાજયમાં ત્રીજી લહેર આવે નહીં તેવી પ્રભુને પ્રાર્થના કરું છું.

ગુજરાત સરકારે આજે કોરોના માટેના આરટી-પીસીઆર ટેસ્ટના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. ડેપ્યૂટી સીએમ નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, હવે ખાનગી લેબમાં આરટી-પીસીઆરટ ટેસ્ટ ૪૦૦ રૃપિયામાં થશે. સરકારે ટેસ્ટમાં ૩૦૦ રૃપિયાનો દ્યટાડો કર્યો છે. અગાઉ ખાનગી લેબમાં ૭૦૦ રૃપિયા ટેસ્ટ માટેના લેવાતા હતા. ત્યારબાદ દર્દીના ઘરે જઈને ટેસ્ટના ભાવમાં પણ ઘટાડો કરાયો છે. દર્દીના ઘરે આરટી-પીસીઆર ટેસ્ટ માટે ૫૫૦ રૃપિયા લેવામાં આવશે. જયારે અગાઉ દર્દીના ઘરે RTPCR ટેસ્ટ માટે ૯૦૦ રૃપિયા ચાર્જ લેવામાં આવતો હતો. સરકારી હોસ્પિટલોમાં કોરોનાના મફતમાં ટેસ્ટ કરવામાં આવે છે. એરપોર્ટ પર આરટી-પીસીઆર ટેસ્ટના ૨૭૦૦ રૃપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ પહેલાં એરપોર્ટ પર તેના ૪ હજાર રૃપિયા આરટી-પીસીઆરના લેવામાં આવતા હતાં.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, HRCT ટેસ્ટમાં ૫૦૦ રૃપિયા દ્યટાડી ૨૫૦૦ રૃપિયા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સીટીસ્કેનનો દર ૩ હજાર હતો જેમાં ૫૦૦ રૃપિયાનો દ્યટાડો કરી ૨૫૦૦ હજાર કરવામાં આવ્યો છે. રાજયમાં વિનામૂલ્યે એન્ટીજન અને આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજયમાં ૧ કરોડ ૬૧ લાખ કરતા વધુ ટેસ્ટ કરાયા છે. તો વળી ૯૧ લાખ ૯૫ હજાર એન્ટી રેપીડ ટેસ્ટ ટેસ્ટ કરાયા છે.

વધુમાં તેઓએ જણાવ્યું કે, 'મેડિકલ કોલેજોમાં સિટીસ્કેન મશીન ખરીદાશે. સોલા, ગાંધીનગર અને વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં MRI મશીન ખરીદવાની મંજૂરી પણ આપવામાં આવી છે. ૮૨.૫૦ કરોડના ખર્ચે ૧૭ સીટી સ્કેન મશીન ખરીદવા મંજૂરી અપાઇ છે. જયારે સરકારી કર્મચારીઓના અટકાયેલ મોંદ્યવારી ભથ્થા સંદર્ભે નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, કેન્દ્ર સરકારે જે જાહેરાત કરાઈ છે તેના સવાયા લાભ સાથે રાજય સરકાર કર્મચારીઓ માટે ટુંક સમય મોંઘવારી ભથ્થાની જાહેરાત કરશે.

(7:58 pm IST)