Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

' પાકિસ્તાનમાં હેવાનિયતની પરાકાષ્ટા ' : 15 વર્ષના કિશોર અને તેના મિત્રોએ એક સપ્તાહ સુધી પાલતુ બિલાડી ઉપર ગેંગ રેપ કર્યો : બિલાડીનું મોત

ઇસ્લામાબાદ : ' પાકિસ્તાનમાં હેવાનિયતની પરાકાષ્ટા 'સમાન બનાવ બન્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.જે મુજબ એક 15 વર્ષના કિશોર અને તેના મિત્રોએ એક સપ્તાહ સુધી પાલતુ બિલાડી ઉપર ગેંગ રેપ કર્યો હતો.પરિણામે બિલાડીના તમામ અંગો નકામા થઇ ગયા હતા.તે ચાલી પણ નહોતી શકતી અને કંઈ ખાઈ પી પણ નહોતી શકતી
         બિલાડીને ડોક્ટર પાસે લઇ જતા તેણે બિલાડી ઉપર રેપ થયો હોવાની વાતને પુષ્ટિ આપી હતી.તેના શરીરમાંથી લોહી સાથે પ્લાસ્ટિકના ટુકડા નીકળ્યા હતા જે સેક્સ કરતી વખતે ઉપયોગમાં લેવાયા હતા.
        ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં યુવાનોને સેક્સ વિષે યોગ્ય સમજણ આપવાનો રૂઢિવાદી મુલ્લાઓ ઇન્કાર કરતાં હોવાથી આવા બનાવો બને છે.જ્યાં પશુઓ ઉપર અત્યાચાર વિરુદ્ધ કાયદો કરવાની જરૂર છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:34 pm IST)