Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

રીલાયન્સ ઇન્ડસટ્રીઝના સ્થાપક સ્વ. શ્રી ધીરુભાઈ અંબાણીના મોટાભાઈ અને ગુજરાતના ઊર્જામંત્રી સૌરભ પટેલના સસરા શ્રી રમેશભાઈ અંબાણીનું ૯૫ વર્ષની વયે દુખદ નિધન

અમદાવાદ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થપક ધીરૂભાઇ અંબાણીના મોટાભાઈ રમણીકભાઇ અંબાણીનું આજે સોમવારે સાંજે અવસાન થયું છે. તેઓ 95 વર્ષના હતા. પ્રાથમિક જાણકારી મુજબ વયોવૃદ્ધ હોવાને લીધે તેમનું નિધન થયું છે. આ અંગેની પુષ્ટી તેમના પરિવારે કરી છે.રમણિકભાઈ તેમના ભાઈ ધીરૂભાઇ અંબાણીના જીવનમાં દરેક પડાવના સાક્ષી રહ્યા છે. રિલાયન્સ ની શરૂઆતમાં પણ તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી. પરિવારના જણાવ્યા પ્રમાણે તેમણે 95 વર્ષનું સંપૂર્ણ અને ઉમદા જીવન જીવ્યું અને તેમના જીવન દરમ્યાન ભારતની સફળતાના સાક્ષી અને આજે અસ્તિત્વમાં રહેલા ઇતિહાસનો નાનો ભાગ બન્યા હતા.

ગુજરાતના ઊર્જામંત્રી સૌરભ પટેલ તેમના જમાઇ છે. ગુજરાત સરકારમાં એનર્જી મિનિસ્ટર સૌરભ પટેલના લગ્ન રમણિકભાઈની પુત્રી ઈલાબેન સાથે થયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કો ફાઉન્ડર રમણિક ભાઈના પુત્ર વિમલના નામ પરથી ધીરૂભાઇ અંબાણી કાપડની બ્રાન્ડ વિમલ શરૂ કરી હતી.

(12:04 am IST)
  • વલસાડ પાસે હાઈ વે પર કન્ટેનરમાં આગ : શોર્ટસર્કિટના કારણે કન્ટેનરમાં આગ લાગી :આગના કારણે એક સાઈડનો રોડ બંધ કરાયો access_time 1:49 pm IST

  • આંધ્ર પ્રદેશમાં કોરોનાનોએ આતંક મચાવ્યો : એક જ દિવસમાં રેકોર્ડબ્રેક નવા 7949 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 1,10,297એ પહોંચી : વધુ 58 લોકોનો કોરોનાએ જીવ લીધો : મહારાષ્ટ્ર કરતા પણ આંધ્રપ્રદેશમાં કોરોના કેસ વધારે નોંધાયા access_time 11:46 pm IST

  • વડોદરાને સેન્ટ્રલ જેલમાં કોરોના વિસ્ફોટ : આજે 43 કેદીઓને કોરોના પોઝિટિવ : ગઈકાલે પણ 17 કેદીઓ થયા હતા કોરોના સંક્રમિત : છેલ્લા બે દિવસમાં જેલમાં કુલ 60 કેદી કોરોનાગ્રસ્ત access_time 10:13 pm IST