Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

૨૦૧૯ની ચૂંટણીમાં પીએમ મોદી સામે કયો છે સૌથી મોટો પડકાર

નવી દિલ્હી તા. ૨૮ :  અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવાના મોદી સરકારના પ્રયત્નો રંગ લાવી રહ્યા હોય તેવું દેખાય છે. એક પોલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે ભારત સૌથી ઝડપથી વિકિસત થતી અર્થવ્યવસ્થાઓમાં સામેલ રહેશે. પરંતુ એક ચિંતાનો વિષય પણ છે. ક્રુડ ઓઈલના સતત વધી રહેલા ભાવો સરકાર માટે સમસ્યા પેદા કરશે. ખાસ કરીને ૨૦૧૯માં થનારી લોકસભા ચૂંટણી દરમિયાન તે એક મોટું ચૂંટણી મુદ્દો બની શકે છે.

૨ ટ્રિલિયન ડોલરથી મોટી અર્થવ્યવસ્થા, હાલમાં જ ફ્રાન્સને પછાડીને દુનિયાની ૬ઙ્ગડઙ્ગક્ન નંબરની મોટી અર્થવ્યવસ્થા બની છે. ભારતનો વિકાસદર માર્ચ ૨૦૧૯માં પૂરા થતા નાણાકીય વર્ષમાં ૭.૪ ટકા રહેશે. તેના આગામી વર્ષમાં આ દર ૭.૬ ટકાની આસપાસ રહેશે. સમાચાર એજન્સી રોયટર્સે ૭૦ અર્થશા સ્ત્રીઓ સાથે વાતચીત કર્યા બાદ આ તથ્યો રજુ કર્યા છે. આ પોલ ૧૯દ્મક ૨૪ જુલાઈ વચ્ચે કરવામાં આવ્યો હતો. બીજી બાજુ અન્ય એક સર્વેમાં કહેવાયું કે ચીનની અર્થવ્યવસ્થા ૬.૬ ટકાના દરથી વધશે.

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો આ સકારાત્મક અનુમાન પર પાણી ફેરવી શકે છે. ઈંધણના ભાવો આસમાને છે જયારે ડોલરની સરખામણીમાં રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને હવે તે પોતાના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે ગગડ્યો છે. ભારતના આયાત બિલમાં સૌથી મોટો ભાગ પેટ્રોલિયમ આયાત જ છે. (૨૧.૭)

(10:20 am IST)