Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

કેન્દ્ર સરકારની ગુજરાતને મોરી :3 હજાર 760.64 કરોડના ખર્ચે રાજ્યના 34 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર

વાર્ષિક પ્લાનમાં 350 કરોડ રૂપિયાના ખર્ચે નારોલ જંક્શનથી ઉજાલા જંક્શન સુધીના 12.8 કી.મી.ના હયાત રસ્તાને વિકસાવવામાં આવશે

અમદાવાદ :કેન્દ્ર સરકારની ગુજરાતના નાગરીકોને વધુ એક ભેટ આપી છે. ગુજરાતમાં રૂપિયા 3 હજાર 760.64 કરોડના ખર્ચે 34 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કામને મંજૂરી આપી છે. મંત્રી પૂર્ણેશ મોદીએ તેની જાહેરાત કરી છે. આ વાર્ષિક પ્લાનમાં 350 કરોડ રૂપિયાના ખર્ચે નારોલ જંક્શનથી ઉજાલા જંક્શન સુધીના 12.8 કી.મી.ના હયાત રસ્તાને વિકસાવવામાં આવશે.

નારોલ જંક્શનથી વિશાલા જંકશન વચ્ચેના છ-માર્ગીય રસ્તાને આઠ માર્ગીય રસ્તા તરીકે વિકસાવવામાં આવશે. સાથે જ હયાત સાબરમતી નદી પરના પુલને છ-માર્ગીય બનાવાશે. આ ઉપરાંત 128 કરોડ રૂપિયાના ખર્ચે વિશાલા જંક્શનથી ઉજાલા જંક્શન વચ્ચેના 5.28 કિ.મી.ની ચાર-માર્ગીય લંબાઇના રસ્તાને છ-માર્ગીય બનાવાશે.

સાથે જ આ રસ્તા પર એલીવેટેડ કોરીડોર પ્રકારની સુવિધા પણ ઉપલબ્ધ બનાવાશે. આ ઉપરાંત 110 કરોડ રૂપિયાના ખર્ચે સરખેજ-ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન ફ્લાઇઓવરથી સાણંદ ફ્લાય-ઓવર વચ્ચે 4 કી.મી. લંબાઇના 3 એલીવેટેડ ફ્લાય-ઓવરનુ નિર્માણ પણ કરવામાં આવશે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે 257 કરોડ રૂપિયાના ખર્ચે મહુવાથી અમરેલી વચ્ચે બાધડા સુધીના 50.48 કી.મી.ના 10 મીટર પહોળા રસ્તાનુ નિર્માણ કરાશે. જેના પર 2(બે) રેલવે ઓવરબ્રિજ અને નવા પુલીયાનુ નિર્માણ થશે. આ રોડ પર 100 કિ.મી.ની સ્પીડ સુધી વાહનો દોડી શકશે. આ ઉપરાંત 451.50 કરોડ રૂપિયાના ખર્ચે બાધડા – અમરેલીના 50.48 કિ.મી.નો 10 મીટર પહોળો રસ્તો બનાવાશે. જેમા અમરેલી બાયપાસ તેમજ બગસરા જવા માટે નદીના પુલ તથા રેલવે ઓવરબ્રિજનુ નિર્માણ કરાશે.

ઉપરાંત 450 કરોડ રૂપિયાના ખર્ચે ભિલોડા-શામળાજી નેશનલ હાઇવે 168-Gનો નવો 10 મીટર પહોળો રસ્તો બનાવાશે. જેના પર નવા નાના પુલ તથા ભીલોડા બાયપાસનુ નિર્માણ કરાશે. તે જ રીતે આહવા-સાપુતારા નેશનલ હાઇવે-953 માર્ગને પણ 10 મીટર પહોળો બનાવી હયાત રસ્તાનુ અપગ્રેડેશન કરાશે. વધુમાં 250 કરોડ રૂપિયાના ખર્ચે જામનગર-કાલવાડ નેશનલ હાઇવે-927-Dને ચાર લેન રસ્તો બનાવાશે. જે માટે જમીન સંપાદન તેમજ જંગલ વિસ્તારની મંજૂરીની પ્રક્રિયાઓ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે

(12:43 am IST)