Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ઈઝરાયેલે બનાવી હાઈટેક ‘ત્રીજી આંખ’: દીવાલની આર-પાર જોઈ શકશે સૈનિક

. ડાયમંડ શેપના ડિવાઈસની વચ્ચે 10.1 ઈંચનો ડિસ્પ્લે :યુઝરને ખબર પડી શકે કે દીવાલની બીજી તરફ કેટલા વ્યક્તિ અને તે વ્યક્તિ બેઠેલો છે, ઉભો છે કે, સુતેલો છે

ઈઝરાયેલ પોતાના લડાકુ મિજાજ અને અત્યાધુનિક શસ્ત્રો બનાવવા માટે જાણીતું છે. એર ડિફેન્સ સિસ્ટમ આયરન ડોમથી માંડીને ઘાતક ડ્રોન બનાવવા માટે જાણીતા આ દેશે હવે એક એવી હાઈટેક સિસ્ટમ બનાવી છે જે દીવાલની આરપાર જોઈ શકે છે.

આ સિસ્ટમને xaver 1000 નામ આપવામાં આવ્યું છે. આ એક નાનકડું ડિવાઈસ છે જે યુઝ કરનાર વ્યક્તિ દીવાલ પર લગાવી શકે છે. ડાયમંડ શેપના ડિવાઈસની વચ્ચે 10.1 ઈંચનો ડિસ્પ્લે મુકવામાં આવ્યો છે. જેના થકી યુઝરને ખબર પડી શકે છે કે, દીવાલની બીજી તરફ કેટલા વ્યક્તિ છે અને તે વ્યક્તિ બેઠેલો છે, ઉભો છે કે, સુતેલો છે. એટલુ જ નહી આ સિસ્ટમ બાળક કે પુખ્ત વયના વ્યક્તિ વચ્ચેનો તફાવત પણ જાણી શકે છે.

ડીવાઈસ બનાવનાર કંપનીનો દાવો છે કે, xaver 1000 સિસ્ટમ સેના, પોલીસ, ગુપ્તચર એજન્સીઓ તેમજ રેસ્ક્યુ ટીમ માટે પણ બહુ ઉપયોગી છે. ઈઝરાયેલની સેના પ્રાયોગિક ધોરણે તેનો ઉપયોગ પણ કરી રહી છે. આ સિસ્ટમ બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે

(8:26 pm IST)