Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરનાર વ્યક્તિની હત્યા :ઉદયપુરમાં ભરેલો અગ્નિ : 24 કલાક માટે ઈન્ટરનેટ બંધ

મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વિટ કરીને કહ્યું કે હું ઉદયપુરમાં યુવકની જઘન્ય હત્યાની નિંદા કરું છું. આ ઘટનામાં સામેલ તમામ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

ઉદયપુર ;ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ પયંગર સાહેબ અંગે વિવાદાતિ ટિપ્પણી કરી હતી જેના પગલે દેશ-વિદેશમાં વિરોધના વંટોળ શરૂ થઈ ગયા હતા બીજી બાજુ કેટલાય લોકો નૂપુર શર્માને સમર્થન આપ્યું હતું. ત્યારે રાજસ્થાનમાં નૂપુરને સમર્થન આપનારને ધોળા દિવસે હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. એટલું જ નહીં આરોપીએ ઘટના બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને હત્યાની જવાબદારી લીધી છે

રાપ્ત માહિતી પ્રમાણે રાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર વ્યક્તિની હત્યા કરવામાં આવી આવી છે જેના પગલે સમગ્ર રાજ્યમાં રોષ ભભૂક્યો છે એટલું જ નહીં ઉદયપુરમાં 24 કલાક માટે ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે.

આ ઘટનાને લઈને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વિટ કરીને કહ્યું કે હું ઉદયપુરમાં યુવકની જઘન્ય હત્યાની નિંદા કરું છું. આ ઘટનામાં સામેલ તમામ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હું તમામ પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરું છું. આવા જઘન્ય ગુનામાં સંડોવાયેલા દરેક વ્યક્તિને સખત સજા કરવામાં આવશે.

(7:30 pm IST)