Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

અરબ સાગરમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ : 9 લોકો હતા સવાર :6 યાત્રીઓને બહાર કઢાયા

ONGCના હેલિકોપ્ટરને અરબ સાગરમાં ઓઇલ રિંગ પાસે ઇમરજન્સી લેન્ડિંગ કરવુ પડ્યુ

મુંબઈ ; ONGCના હેલિકોપ્ટરને અરબ સાગરમાં ઓઇલ રિંગ પાસે ઇમરજન્સી લેન્ડિંગ કરવુ પડ્યુ છે. આ હેલિકોપ્ટરમાં કુલ 9 લોકો સવાર હતા જેમાંથી 4ને રેસક્યૂ કરવામાં આવ્યા છે. રેસક્યૂ ઓપરેશન અત્યારે ચાલુ છે

કંપનીએ એક ટ્વીટમાં કહ્યુ કે સાત મુસાફર અને બે પાયલોટને લઇને એક હેલિકોપ્ટરે મુંબઇ હાઇમાં સાગર કિરણમાં ONGC રિંગ પાસે અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યુ છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ કે અત્યાર સુધી ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને આગળ રેસક્યૂ ઓપરેશન ચાલુ છે. હેલિકોપ્ટર, જેમાં છ ઓએનજીસી કર્મચારી સવાર હતા.

ઓએનજીસીના અરબ સાગરમાં કેટલીક રિંગ છે જેનો ઉપયોગ દરિયામાંથી તેલ અને ગેસનું ઉત્પાદન કરવા માટે કરવામાં આવે છે.

(6:27 pm IST)