Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ઓમીક્રોને ઉત્‍પન્‍ન કર્યા બીએ.૪ અને બીએ.૫ વેરીયેન્‍ટ

વિશ્‍વભરમાં ઓમીક્રોનના બીએ.૨ વેરીયેન્‍ટ ફેલાયાના થોડા અઠવાડીયાઓમાં જ તેના બે નવા વેરીયેન્‍ટો વિશ્‍વમાં ફેલાઇ રહ્યા છે. રોગપ્રતિકારક શકિત ધરાવતા લોકોમાં સંક્રમણ ફેલાવવાની તેની ક્ષમતા ઓછી છે. અત્‍યાર સુધીમાં તેના કારણે હોસ્‍પિટલમાં દાખલ થનારાઓ અને મરનારાઓની સંખ્‍યા બહુ ઓછી છે. જે, લોકોમાં કોરોના સામે રોગપ્રતિકારક શકિત વધી હોવાના સંકેત છે. પણ સાથે જ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ભવિષ્‍યમાં આવનારા વેરીયેન્‍ટો તેની આગળના વેરીયેન્‍ટો કરતા હળવા હશે એવુ જરૂરી નથી.

 

(3:56 pm IST)