Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

નિકાસ કરતા આયાત વધતા સરકાર ચોંકીઃ દરેક ઇમ્‍પોર્ટ ઉપર ચાંપતી નજર રાખશે

સોના-ચાંદીની ઇમ્‍પોર્ટ ઉપર નજર પ્રાથમિકતામાં

નવી દિલ્‍હી, તા.૨૮: કરન્‍ટ એકાઉન્‍ટ ડેફીસીટ વધી રહી હોવાથી દેશનું વ્‍યાપારિક બેલેન્‍સ બગડી રહ્યું છે એટલે સરકારે હવે આયાત પર ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યુ છે.
એક સીનીયર સરકારી અધિકારીએ કહ્યું કે મે મહિનામાં ટ્રેડ ડેફીસીટ ૨૪.૩ બીલીયન ડોલરના રેકોર્ડ બ્રેક સ્‍તરે પહોંચતા રેવન્‍યુ ઓથોરીટીઝ સતર્ક થઇ ગઇ છે જો કે અર્થવ્‍યવસ્‍થાની ગાડી માંડ પાટે ચડી હોવાના કારણે તેને અસર થાય તેવા કોઇ આકરા પગલા નહીં લેવામાં આવે.
અધિકારીએ કહ્યું, ‘અમે ચાંપતી નજર રાખી રહ્યા છીએ. અધિકારીઓને આયાતના આંકડાઓ તરફ ધ્‍યાન આપવા કહેવાયુ છે કેમ કે કરંટ એકાઉન્‍ટ ડેફીસીટ પર ધ્‍યાન આપવુ જરૂરી છે.'
કિંમતી ધાતુઓ ખાસ કરીને સોનાની આયાત પર ખાસ ધ્‍યાન અપાઇ રહ્યુ છે. મે મહિનામાં સોનાની આયાત ગયા વર્ષની સરખામણીમાં ૯ ગણી વધીને ૭.૭ બીલીયન ડોલરે પહોંચી છે જયારે ચાંદીની આયાતનો આંકડો પણ ૫૫૬ મીલીયન ડોલરે પહોંચ્‍યો છે જે ગયા વર્ષે મે મહિનામાં ૧૫.૪ મીલીયન ડોલર હતો.

 

(11:30 am IST)