Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

દેશમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો : એક્ટિવ કેસ 5.50 લાખથી ઓછા : કોરોનાના નવા 37.012 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 56.985 દર્દીઓ રિકવર થયા : વધુ 907 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.97.668 થયો :એક્ટિવ કેસ ઘટીને 5.47.214 થયા : કુલ કેસની સંખ્યા 3.03.16.000 થઇ

સૌથી વધુ કેરળમાં 8063 કેસ,મહારાષ્ટ્રમા 6727 કેસ,તામિલનાડુમાં 4804 કેસ, ઓરિસ્સામાં 3319 કેસ,આસામમાં 2689 કેસ,કર્ણાટકમાં 2576 કેસ,આંધ્રપ્રદેશમાં 2224 કેસ, પશ્ચિમ બંગાળમાં 1761 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે   આજે દેશમાં કોરોનાનાં નવા 37.012 કેસ નોંધાયા છે. જ્યારે 56.985 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 37.012 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં  907 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,97.668 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 37.012 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.03.16.000 થઇ છે  એક્ટિવ સંખ્યા ઘટીને 5.47.214 થઇ છે છેલ્લા 24 કલાકમાં 56.985 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,93.59.208 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 8063 કેસ,મહારાષ્ટ્રમા 6727 કેસ,તામિલનાડુમાં 4804 કેસ, ઓરિસ્સામાં 3319 કેસ,આસામમાં 2689 કેસ,કર્ણાટકમાં 2576 કેસ,આંધ્રપ્રદેશમાં 2224 કેસ, પશ્ચિમ બંગાળમાં 1761 કેસ નોંધાયા છે

(12:59 am IST)