Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ભારતે પરમાણુ સજ્જ અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

મિસાઈલ ૨૦૦૦ કિલોમીટર દૂર સુધી દુશ્મનના યુદ્ધજહાજને નિશાન બનાવી શકવા સક્ષમ

નવી દિલ્હી :ભારતે પરમાણુ સજ્જ અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ઓડિશાના તટ પર આવેલા અબ્દુલ કલામ ટાપુમાંથી અગ્નિ સીરિઝની આ મિસાઈલનું પરીક્ષણ કરાયું હતું  આ મિસાઈલ ૨૦૦૦ કિલોમીટર દૂર સુધી દુશ્મનના યુદ્ધજહાજને નિશાન બનાવી શકવા સક્ષમ છે. વળી, આ મિસાઈલમાં પરમાણુથી સજ્જ પણ હશે.

   વૈજ્ઞાાનિકોના કહેવા પ્રમાણે ડીઆરડીઓએ વિકસિત કરેલી આ મિસાઈલ ટૂંક સમયમાં સૈન્યમાં સામેલ થઈ જશે. આ મિસાઈલ એડવાન્સ રિંગ લેઝર ગેરોસ્કોપ પર આધારિત નેવિગેશન સિસ્ટમથી સંચાલિત થશે. તેની ગાઈડેડ સિસ્ટમ ઈલેક્ટ્રો મિકેનિકલ એક્યુટરથી સજ્જ છે. અગ્નિ પ્રાઈમને સડક અને મોબાઈલ લોન્ચર બંનેમાંથી લોંચ કરી શકાશે.
ભારતે પહેલી વખત એગ્નિ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. એ વખતે આ મિસાઈલની મારક ક્ષમતા ૭૦૦થી ૯૦૦ કિલોમીટર સુધીની હતી. એ પછી તેના અપડેટ વર્જન આવતા ગયા અને તેની ક્ષમતા ૧૦૦૦થી ૨૦૦૦ કિલોમીટર સુધીની થઈ ગઈ છે. ૨૦૦૪થી આ મિસાઈલ ભારતીય સૈન્યનો હિસ્સો છે.

(11:22 pm IST)