Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ઓસ્ટ્રેલિયામાં ડેલ્ટાના ૧૦૦થી વધુ કેસ, લોકડાઉનની સ્થિતિ

ઝડપી વેક્સિનેશન છતાં કેસમાં વધારાથી ચિંતા : પચાસ લાખની વસતી વાળા સિડનીમાં અત્યંત ચિંતાજનક સ્થિતિ, ન્યૂસાઉથ વેલ્સમાં રવિવારે લોકડાઉન લંબાવાયું

નવી દિલ્હી, તા. ૨૮ : કોરોના સામે ઝડપી રસીકરણ થયું હોવા છતાં, વિશ્વના ઘણા દેશોમાં સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે. આવી જ સ્થિતિ ઓસ્ટ્રેલિયામાં પણ સર્જાઇ છે, જ્યાં સરકારે સોમવારે તાકીદની બેઠક યોજી છે.

ઓસ્ટ્રેલિયાનાં સિડની જેવા મોટા શહેરમાં ડેલ્ટા વેરિઅન્ટ કહેર જોવા મળી રહ્યો છે. આના ૧૦૦ થી વધુ કેસ નોંધાયા છે. દેશના ઉત્તરીય ભાગ, ક્વીન્સલેન્ડ અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં પણ કોરોના વાયરસના કેસો વધ્યા છે.

અધિકારીઓનું કહેવું છે કે દેશ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે. અગાઉ, ઓસ્ટ્રેલિયાએ કડક લોકડાઉન કરીને અને અન્ય દેશોની સરહદ બંધ કરીને કેસ ઘટાડ્યા હતા. છેલ્લા મહિનામાં આવું પહેલીવાર થઈ રહ્યું છે, જ્યારે એક જ સમયે દેશના ઘણા ભાગોમાં સંક્રમણનાં કેસો વધી રહ્યા છે.  ઓસ્ટ્રેલિયન નેતા જોશ ફ્રીડેનબર્ગનું કહેવું છે, 'મને લાગે છે કે આપણે વધુ જીવલેણ ડેલ્ટા સ્ટ્રેનની સાથે રોગચાળાનાં એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છીએ.' કોવિડ -૧૯ ના કેસોમાં થયેલા વધારાને કારણે સિડની અને ડાર્વિન સહિતના ઘણા શહેરોમાં ફરી એકવાર લોકડાઉન લગાવવાની સ્થિતિ સર્જાઇ છે. સિડનીની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. જ્યાં પચાસ લાખ લોકોની વસ્તી રહે છે. જ્યારે, ન્યૂ સાઉથ વેલ્સની સરકારે રવિવારે લોકડાઉન લંબાવ્યું છે. ઘણા વ્યવસાયોને ફરી એકવાર બંધ કરવાનો આદેશ અપાયો છે. ન્યુ સાઉથ વેલ્સના પ્રીમિયર ગ્લેડી બેરેજિકલિઆને કહ્યું કે સોમવારે ત્યાં ૧૮ કેસ નોંધાયા છે, જ્યારે પહેલાના ૩૦ દિવસની સરખામણીએ. છેલ્લા ૨૪ કલાકમાં, લગભગ ૫૯ હજાર લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે.

(9:04 pm IST)