Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

સેન્સેક્સ ૧૮૯, નિફ્ટી ૪૬ પોઈન્ટ ઘટીને અંતે બંધ રહ્યો

વધુ એક રાહત પેકેજ રોકાણકારોને રિઝવી ન શક્યું : ટાઈટનના શેરમાં સૌથી વધુ ૧.૫૬%નો ઘટાડો જોવા મળ્યો

મુંબઈ, તા. ૨૮ : સ્થાનિક શેર બજાર સોમવારે ગિરાવટ સાથે બંધ થયું હતું. નાણાંમંત્રી નિર્મલા સિતારમણ દ્વારા વધુ એક રાહત પેકેજની જાહેરાત વચ્ચે બીએસઈના ૩૦ શેરો પર આધારિત સંવદનશીલ સૂચકાંક સેન્સેક્સ ૧૮૯.૪૫ પોઈન્ટ અથવા ૦.૩૬ ટકાની ગિરાવટ સાથે ૫૨,૭૩૫.૫૯ પોઈન્ટના સ્તરે બંધ થયો. બીજી બાજુ એનએસઈ નિફ્ટી ૪૫.૭૦ પોઈન્ટ એટલે કે ૦.૨૯ પોઈન્ટ તૂટવા સાથે ૧૫,૮૧૪.૭૦ પોઈન્ટના સ્તરે બંધ થયો. નિફ્ટી પર એચડીએફસી લાઈફ, ટાઈટન કંપની, ટીસીએસ, શ્રી સિમેન્ટ અને કોલ ઈન્ડિયાના શેર સૌથી વધુ ગિરાવટ સાથે બંધ થયા. બીજી બાજુ ડિવિસ લેબ, ડોક્ટર રેડ્ડીસ લેબ, હિંદાલકો, ટાટા સ્ટીલ અને ટેક મહિન્દ્રાના શેરમાં સૌથી વધુ ઊછાળ જોવા મળ્યો.કજબીજી બાજુ

સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી પીએસયુ બેંક, ફાર્મા અને મ ટલ ઈન્ડેક્સમાં ૧.૨ ટકાનો ઊછાળો જોવા મળ્યો હતો. તો વળી આઈટી, એનર્જી અને ઈન્ફ્રા સેક્ટર્સમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.

સેન્સેક્સ પર ટાઈટનના શેરમાં સૌથી વધુ ૧.૫૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ટીસીએસના શેર ૧.૩૩ ટકા, એચસીએલ ટેકના શેર એક ટકા, બજાજ ફિનસર્વના શેર ૦.૮૭ ટકા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેર ૦.૮૭ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૭૭ ટકા, ભારતી એરટેલના શેર ૦.૭૨ ટકા, એશિયન પેઈન્ટ્સના શેર ૦.૬૮ ટકા, આઈટીસીના શેર ૦.૬૮ ટકા, બજાજ ફાઈનાન્સના શેર ૦.૬૫ ટકા, મારૂતિના શેર ૦ય૬૫ ટકા, લાર્સન એન્ડ ટુબ્રોના શેર ૦.૫૯ ટકા, ઈન્ડસઈન્ડ બેંકના શેર ૦.૫૩ ટકા, એચડીએફસીના શેર ૦.૫૧ ટકા, એસબીઆઈના શેર ૦.૪૯ ટકા, બજાજ ઓટોના શેર ૦.૩૨ ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર ૦.૨૬ ટકાની ગિરાવટ સાથે બંધ થયા હતા.  આ ઉપરાંત ઈન્ફોસિસ, એચડીએફસી બેંક અને કોટક મહિન્દ્રા બેંકના શેર પણ લાલ નિશાને બંધ રહ્યા હતા. બીજી બાજુ ડોક્ટર રેડ્ડીસના શેર ૧.૭૫ ટકાની વૃધ્ધિ સાથે બંધ થયા. બીજી બાજુ ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રી, સન ફાર્મા, હિંદુસ્તાન યુનિલિવર લિમિટેડ, પાવર ગ્રિડ, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, એનટીપીસી અને નેસ્લે ઈન્ડિયાના શેર લીલા નિશાન પર બંધ થયા હતા.

(9:04 pm IST)