Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

સાંજે હિમાચલ પ્રદેશમાં બોલેરો ખીણમાં ખાબકતા નવ લોકોના મોત

સબ-ડિવિઝન શીલાઇ અંતર્ગત ટીંબી-બકરાસ લિંક રોડ પર પશોગ નામના સ્થળે દુર્ઘટના

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં આજે સોમવારની સાંજે  માર્ગ અકસ્માત થયો હતો. સબ-ડિવિઝન શીલાઇ અંતર્ગત ટીંબી-બકરાસ લિંક રોડ પર પશોગ નામના સ્થળે સોમવારે સાંજે એક બોલેરો કેમ્પર એચપી 17 સી 4137 કાર એક ખાડામાં પડી હતી. આ અકસ્માતમાં વાહનમાં સામેલ નવ લોકોનાં મોત નીપજ્યાં હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે તમામ લોકો લગ્ન કાર્યક્રમમાં જતા હતા.

અકસ્માતની જાણકારી મળતાની સાથે જ વહીવટી તંત્ર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટના સ્થળેથી નવ મૃતદેહોને ખાડામાંથી ખેંચવામાં આવ્યા હતા. અકસ્માતનું કારણ હાલ જાણવા મળ્યું નથી. પોલીસ હજી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. વાહનમાં કેટલા લોકો હતા તે હજી જાણી શકાયું નથી. મૃતકોની ઓળખ હજી થઈ નથી. ડીએસપી બીર બહાદૂરે અકસ્માતની પુષ્ટિ કરી છે.

(8:29 pm IST)