Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

પશ્ચિમ બંગાળમાં કોરોના નિયંત્રણો 15 જુલાઇ સુધી

લંબાવાયા :સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન

બસો 50 ટકા ક્ષમતા સાથે દોડશે : સલુન, બ્યુટી પાર્લરો સવારે 11 થી સાંજનાં 6 વાગ્યા સુધી 50૦ ટકા બેઠકની ક્ષમતા સાથે ખુલશે : ખાનગી અને કોર્પોરેટ ઓફિસો 50 ટકા કાર્યક્ષમતા સાથે સવારે 10 થી સાંજ 4 સુધી ખુલ્લી રહી શકશે 

કોલકાત્તા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોના રોગચાળાની બીજી લહેર વચ્ચે રાજ્યમાં નિયંત્રણોને 15 જુલાઇ સુધી લંબાવી દીધા છે. જો કે, આ ઘોષણાની સાથે નિયંત્રણોમાં થોડી છૂટછાટ પણ આપવામાં આવી છે. આ અંતર્ગત બસોને 50 ટકા ક્ષમતા સાથે દોડાવવામાં આવશે.

આ ઉપરાંત સલુન, બ્યુટી પાર્લરોને સવારે 11 થી સાંજનાં 6 વાગ્યા સુધી 50૦ ટકા બેઠકની ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, જો કે શરત એટલી કે પહેલા તમામ કર્મચારીઓને રસી લગાવવામાં આવી હોય. આ સાથે, જીમને પણ 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. જ્યારે ખાનગી અને કોર્પોરેટ ઓફિસો 50 ટકા કાર્યક્ષમતા સાથે સવારે 10 થી સાંજ 4 સુધી ખુલ્લી રહી શકે છે

(8:12 pm IST)