Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ભારતમાં પ્રોપર્ટી ખરીદવા NRI માટે તક : પાસપોર્ટ / OCI કાર્ડ ,પાન કાર્ડ , તથા પાવર ઓફ એટર્ની ,સહિતના ડોક્યુમેન્ટ તૈયાર રાખી પ્રોપર્ટી ક્ષેત્રે આવેલી થોડી વર્તમાન તેજીનો લાભ લઇ શકાશે


ન્યુદિલ્હી : વર્તમાન સમયમાં પ્રોપર્ટી ક્ષેત્રે આવેલી થોડી તેજીને ધ્યાને લઇ NRI  માટે પ્રોપર્ટીમાં રોકાણ કરવાની તક છે. જે માટે નીચે મુજબના દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે.

1.પાસપોર્ટ / OCI કાર્ડ , 2. પાન કાર્ડ 2 જો પોતાના પ્રતિનિધિ મારફત ખરીદવા માંગતા હો તો પાવર ઓફ એટર્ની આપવું જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે પ્રોપર્ટીમાં ખેતીની જમીન કે ફાર્મ હાઉસનો સમાવેશ થતો નથી.

પ્રોપર્ટી ખરીદ કરવા માટે પોતાની બેન્ક મારફત ફંડ મોકલી શકાય છે.
જો પ્રોપર્ટી ખરીદવા માટે લોન લેવી હોય તો ઉપરોક્ત દસ્તાવેજો ઉપરાંત વર્ક પરમીટ ,એમ્પ્લોયમેન્ટ કોંટ્રાક્ટ ,અપોઈન્ટમેન્ટ લેટર ,છેલ્લા છ મહિનાની પે સ્લીપ ,ઇન્કમટેક્સ રિટર્ન ,બેન્ક સ્ટેટમેન્ટ ,તથા પોતાના રહેણાંક દેશનો બ્યુરો રિપોર્ટ આપવાનો રહેશે.તેવું ઈ.ટી.દ્વારા જાણવા મળે છે.

 

(7:38 pm IST)