Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

અગ્નિ સીરીઝની સૌથી અત્યાધુનિક મિસાઇલ અગ્નિ પ્રાઇમનું સફળ પરીક્ષણ

૧૫૦૦ કિમી છે મારક ક્ષમતા

નવી દિલ્હી, તા.૨૮: ભારતે મિસાઇલ ટેકનોલોજીમાં સોમવારે નવી સફળતા મેળવી લીધી છે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન દ્વારા વિકસિત મિસાઇલ 'અગ્નિ પ્રાઇમ'નું આજે સવારે પરીક્ષણ કરવામાં આવ્યું. અગ્નિ સીરીઝની મિસાઇલો માં સૌથી વધુ આધુનિક અગ્નિ પ્રાઇમની મારક ક્ષમતા ૧૦૦૦થી ૧૫૦૦ કિલોમીટર છે. ભારતે આજે સવારે ૧૦:૫૫ વાગ્યે ઓડિશાના કાંઠા પર અગ્નિ સીરીઝની એક નવી મિસાઇલ અગ્નિ-પ્રાઇમનું સફળ પરીક્ષણ કર્યું.

સૂત્રએ જણાવ્યું કે, નવી પરમાણુ-સક્ષમ મિસાઇલ સંપૂર્ણપણે કમ્પોઝિટ મટિરિયલથી બનેલી છે અને આ પરીક્ષણ પ્લાન મુજબ જ થયું છે. કયાંક કોઈ મુશ્કેલી નથી ઊભી થઈ. અગ્નિ મિસાઇલને મોબાઇલ લોન્ચથી પણ ફાયર કરી શકાશે. સમાચાર એજન્સી એએનઆઇએ ડીઆરડીઓના અધિકારીના હવાલાથી જણાવ્યું કે, પૂર્વ કાંઠાના કિનારે સ્થિત ટેલીમેટ્રી અને રડાર સ્ટેશનોએ મિસાઇલ પર નજર રાખી અને મોનિટરિંગ કર્યું. સમગ્ર લાઙ્ખન્ચ પ્લાન અનુસાર થયું છે. અગ્નિ પ્રાઇમે તેનું મિશન સફળતાપૂર્વક પૂરું કરતા પરીક્ષણ સફળ રહ્યું છે.

આંકડાઓ મુજબ, 'અગ્નિ પ્રાઇમ'એક ઓછા અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે જેની મારક ક્ષમતા ૧૦૦૦ કિલોમીટરથી ૧૫૦૦ કિલોમીટર હશે. તે જમીનથી જમીન પર વાર કરનારી મિસાઇલ છે જે લગભગ ૧૦૦૦ કિલોગ્રામનો પેલોડ કે પરમાણુ શસ્ત્રને લઈ શકે છે. ડબલ સ્ટેડવાળી મિસાઇલ 'અગ્નિ-૧'નું તુલનામાં વજનમાં ઓછી અને વધુ પતળી હશે. એક મીડિયા રિપોર્ટ મુજબ, 'અગ્નિ પ્રાઇમ'ને ૪૦૦૦ કિલોમીટર રેન્જવાળી 'અગ્નિ-૪' અને ૫૦૦૦ કિલોમીટર રેન્જવાળી 'અગ્નિ-૫' ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીને મળીને બનાવવામાં આવી છે.

નોંધનીય છે કે, ભારતે પહેલીવાર વર્ષ ૧૯૮૯માં અગ્નિનું પરીક્ષણ કર્યું હતું. તે સમયે આ મિસાઇલની મારક ક્ષમતા ૭૦૦થી ૯૦૦ કિલોમીટરની હતી. વર્ષ ૨૦૦૪માં તેને સેનામાં સામેલ કરવામાં આવી હતી. ભારત અત્યાર સુધીમાં અગ્નિ સીરીઝની પાંચ મિસાઇલો વિકસિત કરી ચૂકયું છે.

નોંધનીય છે કે, ભારતે પહેલીવાર વર્ષ ૧૯૮૯માં અગ્નિનું પરીક્ષણ કર્યું હતું. તે સમયે આ મિસાઇલની મારક ક્ષમતા ૭૦૦થી ૯૦૦ કિલોમીટરની હતી. વર્ષ ૨૦૦૪માં તેને સેનામાં સામેલ કરવામાં આવી હતી. ભારત અત્યાર સુધીમાં અગ્નિ સીરીઝની પાંચ મિસાઇલો વિકસિત કરી ચૂકયું છે.

(4:39 pm IST)