Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

તાલીબાની સંઘર્ષ બાદ પ હજાર પરિવારોનું પલાયન

અફઘાનિસ્તાનમાં એક અઠવાડીયાથી સેના-તાલીબાનનું ઘર્ષણ

કાબુલઃ અફધાનિસ્તાનમાં અમેરિકી સેનાની વાપસીની સમય સીમા પુરી થયા બાદ કુંદુંજ પ્રાંતમાં સેના અને તાલીબાન સમુહ વચ્ચે લગભગ એક અઠવાડીયાથી ચાલુ સંઘર્ષથી પ્રભાવીત ૫ હજાર અફધાની પરિવાર પોતાના ઘર છોડી ગયા છે.

મીડીયા રીપોર્ટ મુજબ કંધાર અને બગલાન પ્રાંતોમાં પણ સેના અને તાલીબાન વચ્ચે સંઘર્ષની ખબરો છે. જો કે અફધાની સેનાએ પ્રાંતોને તાલીબાનના નિયંત્રણથી મુકત કર્યાનો દાવો કર્યો છે, પણ મધ્ય બગલાનમાં પુલ-એ-ખુમરી ક્ષેત્રના કેટલાક ભાગો ઉપર હજી પણ તાલીબાને પોતાનો કબ્જો કરી રાખ્યો છે.

કુંદુજના એક પત્રકારે જણાવેલ કે અમે આખી રાત ગોળીયો અને લડાઇના અવાજો સાંભળતા રહેલ. સંઘર્ષ વચ્ચે તેમને પોતાના પરિવારને બીજી જગ્યાએ લઇ જવા મજબુર થવું પડેલ.

(3:37 pm IST)