Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

મોનસુનમાં ગોવા કરતા જયપુર લોકોની ફરવા માટે પહેલી પસંદ

હોટલ કરતા વીલા, રીસોર્ટ, એપાર્ટમેન્ટનું કોરોનાને કારણે બુકીંગ વધ્યુ : વિદેશ ન જઇ શકવાના કારણે ડોમેસ્ટીક સ્થળો તરફ સહેલાણીઓ આર્કસાણા

નવી દિલ્હીઃ કોરોના ઘટતા પ્રતિબંધોમાં ઢીલ મળતા પ્રવાસ માટે લોકો આયોજન કરી રહયા છે. વિદેશોમાં પર્યટન માટે બુકીંગ બંધ હોવાથી લોકો દેશના પર્યટન સ્થળોએ હોટલ-ફલાઇટ બુક કરી રહયા છે.

વરસાદની સીઝનમાં દેશમાં સૌથી પસંદગીની જગ્યા મનાલી નહીં દીલ્હી છે, ગોવાથી વધુ પસંદ જયપુર કરાઇ રહયું છે. આ ખુલાસો બેક ટુ ટ્રાવેલની ઓનલાઇન સ્ટડીમાં થયો છે. ૬૮ ટકા યાત્રીઓ ગત વર્ષે કયાંય જઇ ન શકતા ડોમેસ્ટીક જગ્યાએ ટ્રીપ ઉપર જશે. ૬૪ ટકાએ ફરવા જવા રજાઓ એકઠી કરી છે. ૭૦ ટકા યાત્રીઓએ વધારાની આવક માટે ઘરેથી કામ કરેલ.જુલાઇ - ઓગષ્ટમાં ફરવા માટે નવા પર્યટન સ્થળોની સાથે જુના પણ આ વર્ષે ટોપ ટેનમાં છે, જેમાં દિલ્હી, લોનાવાલા, મુંબઇ, મનાલી, બેંગલુરૂ, જયપુર, ચેન્નઇ, ગોવા, ગુડગાવ અને કોલકત્તાનો સમાવેશ થાય છે. આ શહેરોમાં હોટલની સાથે રીસોર્ટ, વીલા, ગેસ્ટ હાઉસ અને એપાર્ટમેન્ટનું પણ ખુબ જ બુકીંગ થઇ રહયુ છે. જેની પાછળનું કારણ બજેટ, સોશ્યલ ડીસ્ટન્સીંગ અને કોરોનાથી બચવા મુખ્ય કારણ છે. કોરોના પહેલા સૌથી વધુ હોટલ બુકીંગ જ થતું.

(3:36 pm IST)