Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

લદ્દાખના લેહમાં વહેલી સવારે ૪.૬ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો

અગાઉ ગત મહિને ૨૧ અને ૨૨ મેના રોજ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા

નવી દિલ્હી તા. ૨૮ : લદ્દાખ ખાતે આજે સોમવારે સવારના સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૬ નોંધાઈ હતી. સદનસીબે ભૂકંપમાં કોઈ જાનહાનિ નથી નોંધાઈ.ભૂકંપની જાણકારી આપનારા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ પ્રમાણે લદ્દાખની રાજધાની લેહ ખાતે સવારે ૬.૧૦ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૬ રહી હતી અને તેનું કેન્દ્ર જમીનથી ૧૮ કિમી અંદર હતું.

અગાઉ ગત મહિને ૨૧ અને ૨૨ મેના રોજ પણ લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગત ૨૨ મેના રોજ કારગિલ પાસે ૩.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જયારે ૨૧ મેના રોજ લદ્દાખમાં ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

(3:30 pm IST)